(સંવાદદાતા દ્વારા) પાલિતાણા, તા.૧૯
આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ તેમના પત્ની અંજલીબેન રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પાલિતાણાના પ્રસિદ્ધકાળ ભૈરવદાદાના મંદિરે યોજાયેલ વિશેષ પૂજા હવનમાં ભાગ લીધો હતો. આ વિશિષ્ટ યજ્ઞના યજમાન પદે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા હતા. જો કે દર વર્ષે તેઓ અહીં આજના દિવસે દર્શન માટે આવતા હોય છે. પરંતુ આજે દેશના જવાનોમાં નવી ચેતન અને દેશના જવાનો શૌર્યવાન બને તે માટે આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જો કે તાજેતરમાં વિજયભાઈએ જાહેરાત કરી હતી કે, તેઓ કોમનમેન બનશે. પરંતુ આજે સીએમના કાફલાના કારણે દિવાળીની ખરીદી કરવા આવેલ લોકોને પૂજા પૂરી થઇ ત્યાં સુધી ટ્રાફિક બંધ કરી દેવાતા લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા તેમજ મેઈન બજારમાં આવેલ તમામ દુકાનો તહેવાર સમયે જ બંધ કરાવતા સીએમને લોકોની ઉપેક્ષાનો ભોગ બનવું પડ્યું હતું.