Gujarat

મૂળ ભરૂચના વેપારીની સાઉથ આફ્રિકામાં કરપીણ હત્યા

ભરૂચ,તા.ર૯
સાઉથ આફ્રિકાના વેન્ડા અને ઝનીન લિમ્પોપો ખાતે નિગ્રો ગેંગ દ્વારા અપહરણ અને ખંડણી વસુલવાની બે અલગ-અલગ ઘટનાઓમાં એક ભરૂચ મૂળના વેપારીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જયારે અન્ય એકનો હેમખેમ છુટકારો થવા પામ્યો હતો.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મનુબરના ઈબ્રાહિમ પોચાના પુત્ર સમસુદ્દીન આફ્રિકાના વેન્ડા ખાતે સ્થાયી થઈ હાર્ડવેરના ધંધામાં સંકળાયેલ હતા. જયારે ભરૂચના રહીશ અને દયાદરા ગામે પરણેલા સલીમ વલી પટેલ (ઉ.વ.૪૪) ઝનીન લિમ્પોપો ખાતે સ્થાયી હતા અને અગ્રણી ધંધાદારીઓમાં તેમની ગણના હતી. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન સમસુદ્દીન પોચા (ઉ.વ.૩૦)નું વેન્ડા ખાતેથી ટ્રાફિક પોલીસવાનમાં અપહરણ કરાયું હતું. જયારે ઝનીન લિમ્પોપોે ખાતેથી સલીમ વલી પટેલ અગમ્ય કારણસર ગુમ થઈ ગયા હતા. જો કે તે પાછળ તેમનું પણ ખંડણી માટે અપહરણ કરાયું હોવાની આશંકા સેવાઈ રહી હતી. સદર બન્ને અપહરણના બનાવમાં સમસુદ્દીન પોચાની ૬ મિલિયન રેન્ડ ખંડણી માગવામાં આવી હતી. જે પરિવાર દ્વારા પોલીસને સંકલનમાં લઈ ખંડણીની માંગ પૂરી કરી સમસુદ્દીનના હેમખેમ છુટકારા બાદ પોલીસે અપહરણકારોની કારનો પીછો કરી ખંડણીના નાણાં કબજે કરી એક નિગ્રો અપહરણકારની અટકાયત કરી હતી. જયારે સલીમ વલી પટેલના બનાવમાં ખંડણી રકમની કોઈ માગણી ન કરાતા સલમી પટેલ અને તેમની સાથે ગુમ થયેલા તેમના ડ્રાઈવરની હત્યા કરાયેલી લાશ ત્યજેલી હાલતમાં મળી આવતા પરિવારજનો પર આભ ફાટી જવા પામ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ વલી પટેલની પત્ની અને બાળકો હાલ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અર્થે ભરૂચ ફૈયાઝનગર ખાતે આવેલા છે ત્યારે આ ગોઝારી ઘટનાથી પરિવારજનો શોકાતુર બનવા પામ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.