શ્રીનગર,તા.૧૮
સેના વડા જનરલ બિપિન રાવતે આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા સેનાના સિપાહી ઔરંગજેબના પરિવારજનોની મુલાકાત લીધી હતી.તે જમ્મુ કાશ્મીરના પુંછ જીલ્લા ખાતે શહીદ ઔરંગજેબના ઘરે ગયા હતાં અને તેમના પરિવારને વિશ્વાસ અપાવ્યો હતો કે ઔરંગજેબના મોતનો બદલો લેવામાં આવશે. એ યાદ રહે કે ઓરંગજેબ રાષ્ટ્રીય રાયફલ્સનો જવાન હતો અને આતંકીઓએ તેની હત્યા કરી દીધી હતી. ઔરંગજેબના પિતા મોહમ્મહ હનીફ અને ભાઇએ કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે મોદી સરકાર આતંકવાદીઓને મારી પુત્રીની શહાદતનો બદલો લે નહીંતર તેઓ ખુદ બદલો લેશે. ઔરંગજેબના પિતા મોહમ્મદ હનીફ ખુદ પણ સેનામાં રહી ચુકયા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં રમઝાન દરમિયાન મહીના સુધી આતંક રોધી ઓપરેશન રોકવાની મુદ્‌ત કેન્દ્ર સરકારે ખત્મ કરી છે. આ સાથે જ રાજયમાં આતંકવાદીઓની વિરૂધ્ધ સુુરક્ષા દળોએ ઓપરેશન ઓલઆઉટ એકવાર ફરી શરૂ કરી દીધુ છે. અને આજે આ દરમિયાન બે આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે. એ યાદ રહે કે એક મહીનાના યુધ્ધવિરામ દરમિયાન રાજયમાં આતંકી ધટનાઓમાં તેજી અને ૨૮ જુનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકાને જોતા કેન્દ્રે તેને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો હતો. સેનાએ પણ કેન્દ્રને ઓપરેશન રોકવાની મુદ્‌ત નહીં વધારવાની અપીલ કરી હતી. ઓપરેશન રોકવા દરમિયાન રાજયમાં આતંકી ઘટનાઓમાં વધારો થયો હતો. પત્રકાર સુજાત બુખારી અને જવાન ઔરંગજેબની હત્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થઇ હતી. રમઝાન યુધ્ધ વિરામ દરમિયાન આતંકીઓ દ્વારા ગ્રેનેડ ફેંકવા અને સુરક્ષા દળો પર હુમલોની સંખ્યામાં વધારો થયો હતો.