છાપી,તા.૧૬

આપણે જાણીએ છીએ કે દરેક સમાજમાં દિનપ્રતિદીનની સાથે દુન્યવી શિક્ષણ માટે સમાજના આગેવાનો ઘણી મહેનત કરે છે. તે જ રીતે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં અભ્યાસ કરતાં મુમન સમાજના જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ કે તેનાથી ઉપરના વર્ગમાં અભ્યાસ કરે છે તેમનો સેમિનાર તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.જેમાં મુમન સમાજના વિદ્યાર્થીઓેને મૌલાના માસ્ટર ઉમર ભોરલીયા બી.સી.આઈ.વાળા, મોલાના અબ્દુલ સમદ પટેલ (ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા) અને અન્ય ઉલમાએ કિરામ તેમજ સમાજના લાગણીશીલ વ્યક્તિઓએ કારકિર્દી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે મોગલ ઈમરાન અને સાજીદભાઈ નાગોરી (પાલનપુરવાળા)એ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦-૧૨ પછી શું કરી શકાય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેમજ અભ્યાસની સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેના ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.