મુંબઈ,તા.૨૮
મહાનગરી મુંબઈના રહેણાંક વિસ્તાર સર્વોદય નગરમાં ગુરૂવારે બપોરે એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં ચાર લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ૫ લોકોના મોત નિપજ્યાં છે. વિમાનમાં સવાર તમામ ચાર લોકો ઉપરાંત એક રાહદારીનું પણ મોત થયું છે. જણાવવામાં આવે છે કે જે સમયે વિમાન ક્રેશ થયું તે સમયે એક રાહગીર પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પાઈલટ ઉપરાંત વિમાનમાં બે ટેકનિશિયન બેઠાં હતા જેના મોત નિપજ્યાં છે. મૃતકમાં બે મહિલાઓ પણ સામેલ છે. મૃતકોમાં કેપ્ટન પી.એસ.રાજપૂત, કો-પાઈલટ મારિયા જુબૈરી, આસિસ્ટન્ટ એન્જિનિયર સુરભી, એરક્રાફ્ટ ટેકનિશિયન મનીષ પાંડે સામેલ છે.
ઘાટકોપરના રહેણાક વિસ્તારમાં એક બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થવાને કારણે આગ લાગી હતી, ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદયનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે. જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે. આ વિમાન લગભગ બપોરે ૧.૧૩ વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું વિમાન VT-UPZ, કિંગ એર C90 છે.
પહેલાં એવાં સમાચાર આવ્યાં હતા કે પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે, પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે આ વિમાન યુપી સરકારનું નથી.
યુપી સરકારનું કહેવું છે કે તેઓએ વિમાન મુંબઈની એક કંપની UYએવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેંચી દીધું હતું. પ્લેન મુંબઇ એરપોર્ટના મેન રનવે ૨૭થી ૩ કિલોમીટરના અંતર પર આવેલું હતું. મેન રનવે ૦૯/૨૭ને બંધ કરી દેવાયો છે અને ત્યાંના ઓપરેશન્સ સેકન્ડરી રનવેને ટ્રાન્સફર કરી દેવાયો છે. ક્રેશનું સ્થળ મેન રનવે સુધી પહોંચવાના રસ્તામાં આવે છે અને ત્યાંથી ધુમાડા નીકળતા હોવાથી હવાઇ ટ્રાફિકમાં અડચણ આવી શકતો હતો.

મુંબઈ વિમાન દુર્ઘટના : પાયલોટે પોતાની જિંદગીના ભોગે બીજા ઘણા બધાના જીવ બચાવ્યા : પૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલ પટે

(એજન્સી) મુંબઈ, તા.૨૮
પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફૂલ પટેલે વિમાન દુર્ઘટના બાદ ટિ્‌વટ કરી જણાવ્યું કે, પાયલોટે ઘણીબધી જિંદગીઓ બચાવવા પોતાની આહુતિ આપી દીધી. વિમાને જૂહુથી ઉડ્ડયન ભર્યું હતું. જેમાં બે પાયલોટ અને બે ઈજનેર હતા. જે ૧ વાગે દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનમાં સવાર ૪ વ્યક્તિઓ અને માર્ગ પર આમનો ૧ વ્યક્તિ અકસ્માતમાં માર્યા ગયા હતા. વિમાનમાં ખરાબી આવતા મુંબઈ એરપોર્ટ પર તાકિદે ઉતરવા માટે ઈચ્છા વ્યક્ત કરી પરંતુ તે એરપોર્ટ નજીક જ તૂટી પડ્યું. પ્રફૂલ પટેલે કહ્યું કે, પાયલોટે પોતાની જિંદગીનું બલિદાન આપી મોટી કરૂણાંતિકા ટાળી હતી.

મુંબઈમાં તૂટી પડેલું નાનું વિમાન રર વર્ષ જૂનું હતું, જેને અકસ્માત પછી વેચી દેવાયું : યુપી

(એજન્સી) મુંબઈ, તા.૨૮
ગુરૂવારે મુંબઈમાં દુર્ઘટનાગ્રસ્તમાં વિમાન ર૦ વર્ષ જૂનું હતું. જેને ૧૯૯૫માં યુપી સરકારને વેચાયું હતું. ૧ર બેઠકોવાળું સી-૯૦ વિમાન યુપી સરકારે અકસ્માત બાદ મુંબઈની એક સ્થાનિક યુ વાય એસોસિએશન કંપનીએ વેચી દીધું હતું. અલ્હાબાદમાં વિમાન અકસ્માતનો ભોગ બન્યા બાદ યુપી સરકારે તેને વેચી દીધું હતું તેમ યુપીના પ્રિન્સિપલ સેક્રેટરી અવનીશ અવસ્થિએ જણાવ્યું હતું. ગુરૂવારે બપોરે આ વિમાન જૂહુ ખાતે ઉડ્ડયન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ધ બીચ ક્રાફ્ટ કિંગ બેરક્રાફ્ટે ૧૯૬૩માં પહેલીવાર ઉડ્ડયન ભર્યું હતું. ૧૯૬૪માં તેના જુદા જુદા ૩૧૦૦ વિમાન ઉડ્ડયન સેવામાં કાર્યરત હતા.