મુંબઈ, તા.૮
મુંબઈમાં બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી એમ ફાયર બ્રિગેડ સત્તાધિકારીએ જણાવ્યું હતું. અહેવાલ મુજબ સત્તાધિકારીએ જણાવ્યું કે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મેહુલ રોડ સ્થિત ભારત પેટ્રોલિયમ કોર્પો. લિમીટેડનો પ્લાન્ટ આગની જવાળામાં સપડાયો હતો. જેમાં ૪૩ લોકો ઘાયલ થયા હતા અને એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આગને કાબુમાં લેવા ૭ ફાયર એન્જિન અને બે ફોમ ટેન્ડરને કાર્યરત કરવામાં આવ્યા છે.