(એજન્સી) મુંબઈ, તા. ૯
મુંબઈમાં આજે ભગવો દરિયો ઉમટ્યો હતો, મરાઠા સમૂદાયે અનામતની માંગણીએ મુંબઈનો ટ્રાફિક ચક્કાજામ કરી દીધો હતો જેને પગલે રેલવે સેવાઓ પર માઠી અસર પડી હતી. ભાયખલા ઝૂથી માંડીને આઝાદ મેદાન સુધી યોજાયેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં લગભગ ૯ લાખ મરાઠા ઉમટી પડ્યા હતા. મહારાષ્ટ્રમાં ૩૩ ટકા વસતી મરાઠા સમૂદાયની છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશે પણ કહ્યું કે મારી સરકાર વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિઓ માટે સકારાત્મક નીતિઓને ટેકો આપશે. પરંતુ મરાઠા સમૂદાયની માંગણીઓને લાગુ પાડવાની નવી નીતિઓને ક્યારે અમલી બનાવવામાં આવશે તે અંગે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી.
ઘટનાક્રમના ૧૦ મુદ્દાઓ
૧. પોલીસના જણાવ્યાનુસાર ભાયખલા ઝૂથી માંડીને આઝાદ મેદાન સુધી યોજાયેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં લગભગ ૯ લાખ મરાઠા ઉમટ્યાં હતા.મરાઠા સમૂદાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
૨. ભગવા ટોપી પહેરીને અને હાથમા ધ્વજ લઈને સમગ્ર રાજ્યસભરમાંથી ઉમટી પડેલા મરાઠાઓએ ભાયખલા ઝૂથી માંડીને આઝાદ મેદાન સુધી આગેકૂચ કરીને પોતાની માંગણીને બુલંદ બનાવી હતી.
૩. શિક્ષણ અને નોકરીમાં અનામત સહિતની ઘણી માંગણીઓએ આજે મુંબઈમાં મરાઠા સમૂદાયના લાખો લોકો સડકો પર ઉતરી પડ્યાં હતા. આગેકૂચમાં મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને નોકરી તથા શિક્ષણમાં અનામતની માંગણી કરી.
૪. આગેકૂચના તમામ રૂટો પર ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ હતી. હજારો વાહન ચાલકો અટવાયા હતા. આગેકૂચના આયોજક મરાઠા ક્રાંતી માર્ચે એવો દાવો કર્યો કે આ આગેકૂચમાં દેશભરમાંથી લગભગ ૯ લાખ મરાઠા હાજર રહેશે.
૫. ગત વર્ષના સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં પણ મરાઠા સમૂદાયે સમગ્ર દેશભરમાં શાંતિપૂર્ણ આગેકૂચ કાઢી હતી. મરાઠા સમૂદાય નોકરી અને શિક્ષણમાં અનામતની માંગણી કરી રહ્યું છે તે ઉપરાંત અહેમદનગરના કોપડીમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરીને તેની હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ તેમની મુખ્ય માંગણી છે.
૬. આ કેસ હજુ કોર્ટમાં છે. તે ઉપરાંત સમૂદાયે દલિત ઉત્પીડન કાયદાને પણ અટકાવવાની માંગ કરી હતી. સમૂદાયે કહ્યું કે આ કાનૂનનો દુરપયોગ થઈ રહ્યો છે.
૭. મુંબઈ પોલીસે પણ આ આંદોલનને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો પાકો બંદોબસ્ત કરી રાખ્યો હતો. પોલીસે મુખ્ય માર્ગો પર સીસીટીવી અને ડ્રોન દ્વારા બાજનજર રાખી હતી. તેમજ ૧૦,૦૦૦ કરતાં પણ વધારે પોલીસના જવાનો ખડેપગે તૈનાત હતા.