(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર એક યુવક દાણચોરી કરતા ઝડપાયો હતો. શારજાહથી સુરત આવેલા મુંબઈના યુવક પાસેથી સુરત કસ્ટમ વિભાગે બે સોનાની કેપ્સુલ સાથે ઝડપી પાડ્યો હતો.સુરતથી શારજાહ વચ્ચે ઉડતી ફ્‌લાઇટમાં સોનુ લાવવાની બની રહેલી ઘટનાઓ વચ્ચે બુધવારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.શારજાહથી સુરત આવેલી ફ્‌લાઈટમાંથી ઉતરેલા પ્રવાસીઓની કસ્ટમ વિભાગ દ્વારા નજર રખાઈ રહી હતી. તે વખતે જ એક પ્રવાસીની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની તપાસ કરતા સોનાની કેપ્સૂલ મળી આવી હતી. કસ્ટમ વિભાગને મુંબઈના રાજેશ ચાબરીયા નામના યુવક પાસેથી ૮.૫ લાખની કિંમતની ૨૦૦ ગ્રામ સોનાની બે કેપ્સૂલ મળી આવી હતી. કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.