મોડાસા, તા. ૩
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરિયા ગામમાં ૫૦ થી વધુ પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં માથે મુંડન કરાવ્યું છે અને ભાઈઓ સહિત ૨૦૦ જેટલી મહિલાઓ ઉપવાસ ઉપર ઉતરી રામધૂન બોલાવી ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું છે.
પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અનામતની માંગણીને લઇ સરકારની મંજૂરી નહીં મળતા પોતાના ઘરે જ ઉપવાસ આંદોલન ચાલુ કર્યુ છે ત્યારે ઉપવાસના આજે આઠમા દિવસે પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના ૫૦થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની ૨૦૦થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.
ઉપવાસ ઉપર બેઠેલા ભાઈઓ અને મહિલાઓએ હાર્દિકના સમર્થન ઉપર સરકાર સામે રોષ વ્યકત કરી સરકાર પાટીદારો થી ગભરાઈ ગઈ છે અને માટેજ અમને લોકોને હાર્દિકના નિવાસસ્થાન સુધી જવા દેતી નથી તેવો આક્ષેપ કર્યો હતો તેમજ મશાલ સળગાવી આગામી દિવસોમાં જો હાર્દિકને કાઈ પણ થયું તો ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે.
બાયડના છાપરિયા ગામે પ૦થી વધુ પાટીદારોએ માથે મૂંડન કરાવ્યું

Recent Comments