(એજન્સી) તા.૨૮
જ્યારે શાસક અને વિપક્ષની છાવણીમાં બિહારની લોકસભા બેઠકોની વહેંચણી બાકી છે ત્યારે રાજ્યમાં ઊભા થયેલા રાજકીય તોફાને આ સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે, મુખ્યમંત્રી નીતિશકુમાર વિરોધાભાસી સંકેતો આપશે. આ જ ભયના કારણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧ર જુલાઈના દિવસે રાજ્યની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાતનો હેતુ સંગઠનની બેઠક બનાવવામાં આવે છે. પરંતુ સૂત્રો મુજબ તેઓ મુખ્યમંત્રી નીતિશકુમાર અને રાજ્યના માનદ સંશાધન વિકાસમંત્રી ઉપેન્દ્ર કુશ્વાહા સાથે બેઠક કરશે જે રાષ્ટ્રીય લોક ક્ષમતા પાર્ટીના અધ્યક્ષ છે. બે દિવસ પહેલાના ભાષણમાં નીતિશકુમારે સાંપ્રદાયિક હિંસાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ ઉપરાંત તેમના નજીકના સહયોગી ગણાતા સંજયસિંઘે ર૦૧૯ની ચૂંટણી માટે રાજ્યમાં બેઠકોની વહેંચણી મુદ્દે આકરૂ નિવેદન આપતા કહ્યું કે, ‘જો ભાજપ બિહારમાં ગઠબંધન ન ઈચ્છતી હોય તો તે બધી ૪૦ લોકસભા બેઠકો પર તેના ઉમેદવાર ઊભા રાખી શકે છે. આમ, જેડી(યુ) નેતાઓના આ પ્રકારના વિરોધાભાસી નિવેદનોને લીધે ભાજપની મુશ્કેલી વધી ગઈ છે.