મહુવા, તા.૧૦
મહુવામાં મુસ્લિમ એકતા મંચ દ્વારા વિશાળ જનમેદની વચ્ચે સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઈમ્તિયાઝ પઠાણે શિક્ષણ અને સમાજના હિત માટે સતત જાગૃત- નિડર અખબાર ‘ગુજરાત ટુડે’ ઘરે-ઘરે વાંચવાની હાકલ કરી હતી.
મહુવામાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમ સમાજના તમામ પ્રાણ પ્રશ્નોના નિરાકરણ જેમ કે લઘુમતી વિસ્તારની સોસાયટીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નેનો તંત્ર દ્વારા આ લઘુમતી વિસ્તારની ર૮ સોસાયટીઓને નગરપાલિકામાં સમાવેશ કરવામાં નથી આવ્યો અને પાયાની સુવિધાઓથી વંચિત રખાયો છે. જેને લીધે આજે મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણ દ્વારા મહુવા ખાતે આવી વિશાળ જનમેદની વચ્ચે સભોધંન કરતા જણાવ્યું હતું કે સરકારે આ લઘુમતી વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરી નગરપાલિકાની હદ બહાર રખાયો છે. તે ચલાવી નહીં લેવાય ન્યાય માટે હાઈકોર્ટેના દ્વાર ખટખટાવી અમે ન્યાય મેળવશું. ઈમ્તિયાઝ પઠાણે સમાજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કદી પાછળ ન રહે તે માટે સમાજને સાચી રાહ પર લાવવાની હાંકલ કરી હતી. આ મુસ્લિમ એકતા મંચના સંમેલનમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.