(એજન્સી) તા.૧૦
ભારતીય શિક્ષણ સંસ્થાનના લઘુમતી શિક્ષણ વિભાગના વડા રઝિયા પટેલે કહ્યું કે મહિલાઓ સકારાત્મક રાજનીતિની દિશામાં કામ કરવા માગે છે. પટેલે અન્ય લોકો સાથે મળીને માઈનોરિટી વૂમન્સ કોન્સટિટ્યૂશનલ રાઈટ્‌સ ફોરમ (એમડબ્લ્યૂસીઆરએફ- મુસ્લિમ મહિલા બંધારણ હક પરિષદ)ની સ્થાપના કરી છે અને તેનો ઉદ્દેશ્ય એ છે કે પ્રેક્ટિક્લ મુદ્દાઓને ઉઠાવવામાં આવે અને વિકાસનો એજન્ડા સ્થાપિત કરવામાં આવે. ધાર્મિક લઘુમતી જૂથો માત્ર ધાર્મિક રાજકારણમાં ફસાઈ ગયા છે અને તેમની સમસ્યાઓનો ઉપયોગ નિરર્થક હિતો માટે કરવામાં આવે છે. તાજેતરના એક ઉદાહરણ અનુસાર મૌખિક તલાકને જ જોઇ લો. આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે પરંતુ તે એક વાસ્તવિક મુદ્દો હોવા છતાં તેને ખોટી રીતે રાજકારણમાં ઢસડી લવાયો છે. જોકે બીજી બાજુ સમુદાયના બીજા મહત્ત્વપૂર્ણ અને વાસ્તવિક મુદ્દાઓ જેવા કે શિક્ષણ, રોજગાર, સુરક્ષા અને મહિલા સશક્તિકરણ તથા માનવ તથા નાગરિકોનો અધિકાર જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવતા જ નથી. નીતિના ઘડવૈયાઓ આ મુદ્દે એક શબ્દ ઉચ્ચારવા માટે તૈયાર નથી. ૩ અને ૪ જાન્યુઆરીના રોજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન દ્વારા લઘુમતી સમુદાયની મહિલાઓ માટે બે દિવસની રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપ લીડરશિપ ડેવલપમેન્ટ એન્ડ બંધારણીય અધિકારો મુદ્દે આયોજિત કરાઈ હતી. તેના બાદ જ મુસ્લિમ મહિલા બંધાણ હક પરિષદની રચના કરવામાં આવી હતી. પટેલે કહ્યું કે ખૂબ જ ઓછી મહિલાઓ ટોચના નેતૃત્વકાર તરીકેના પદ સુધી પહોંચી શકે છે. જોકે અનેક મહિલાઓ એવી હોય છે જે અરજી કરવા છતાં હાંશિયામાં ધકેલાઈ જાય છે. મંચનું માનવું છે કે આ મુદ્દાને બંધારણ અનુસાર જ ઉકેલવો જોઈએ અને બંધારણીય અધિકારોથી લોકોને વાકેફ કરાવીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જોકે સરોજિની નાયડુ સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ, જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના પ્રોફેસર સબિહા હુસૈન પણ કેહ છે કે મુસ્લિમ મહિલાઓ માટે લીડરશીપ ડેવલપમેન્ટ સંબંધિત એક મોટો પડકાર છે. જોકે આ નવા મંચ સાથે હવે ત્રણ તલાક મુદ્દે કાર્યરત હસીના ખાન, મુમતાઝ શેખ, જમિલા બેગમ પણ જોડાઈ છે. તેઓ ઘર બચાઓ ઘર બનાઓ આંદોલન પણ કરી ચૂક્યા છે.