નવી દિલ્હી,તા. ૨૨
સુપ્રીમ કોર્ટ દ્વારા એક સાથે ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવી દીધા બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ૧૦મી સપ્ટેમ્બરના દિવસે ભોપાલમાં મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે જેમાં ભાવિ રણનીતિ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. બોર્ડની વર્કિંગ સમિતિના સભ્ય ઝફરયાબ જિલાનીએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અભ્યાસ કર્યા બાદ વર્કિંગ કમિટિની બેઠકમાં ભાવિ રણનીતિ તૈયાર કરવામાં આવશે. સુપ્રીમના ચુકાદા ઉપર પણ વિચારણા કરવામાં આવશે. ભોપાલ બેઠકના એજેન્ડામાં બાબરી મસ્જિદ મામલાની સુનાવણીનો વિષય પણ સામેલ છે. સુપ્રીમના ચુકાદા ઉપર અભ્યાસ વગર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.