(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧૭
“જમિયત ઉલ્મા એ હિંદ વાપી ” તરફથી વલસાડ જિલ્લા એ.ડી.એમ.આસિસ્ટન્ટ કલેકટર કે.જે. બોર્ડર, ડી.એસ.પી. સુનીલ જોષી, વાપી તાલુકા મામલતદાર એસ.ડી.પટેલ, વાપી તાલુકા ડી.વાય.એસ.પી.ની એમ.જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વાપીના એક સ્થાનિક અખબારમાં મુસ્લિમ યુવાનોને “લવ જેહાદ” કરવા માટે મુસ્લિમ યુવાનોને મુસ્લિમો તથા વાપીમાં આવેલ મુસ્લિમ સંગઠનો તરફથી રૂપિયા ૭ લાખ અને લાખો રૂપિયા આપીને હિન્દુ સમાજની બેન – દીકરીઓને ફસાવી લગ્ન કરીને ધર્મપરિવર્તન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તેવા મુસ્લિમ સમાજને બદનામ કરે તેવા ખોટા સમાચાર લખતાં ભારે રોષ પ્રવર્તે છે. વાપી શહેરમાં વારંવાર હિન્દુ-મુસ્લિમ સમાજની પુત્રીઓને આવારા અને અસામાજિક તત્વો દ્વારા ફસાવીને લગ્ન કરીને બરબાદ કરાવનારા સામે પોલીસ કાર્યવાહી ઝડપથી તાત્કાલિક અસરથી કરવામાં આવે છે તે બાબતે રજૂઆત કરી છે.
તારીખ ૬/૧૧/૧૮ મંગળવારે વાપીના એક દૈનિક અખબારમાં પહેલાં પાને મોટા અક્ષરે વાપી શહેરમાં આવેલ મુસ્લિમ સમાજના નાગરિકો, અગ્રણીઓ, મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા સામાજિક કામગીરી કરતી સંસ્થાઓ અને સંગઠનો પર “લવ જેહાદ”ના નામથી ખૂબ જ ગંભીર રીતે અધૂરી માહિતી અને મુસ્લિમ સંસ્થાઓ ને બદનામ કરવા માટેનાં સમાચાર છાપ્યા છે જે સમગ્ર મુસ્લિમ સમાજ અને અન્ય સમાજો માં ભાઈચારો દૂર થાય , દુઃશમની વધે અને વેરઝેર વધે તે પ્રકારની ખોટી માન્યતાઓના આધારે છાપી મારતાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે. “જમિયત ઉલ્મા એ હિંદ વાપી”નાં અગ્રણીઓએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થાઓ સામાજિક ક્ષેત્રે સક્રિય રહી કામગીરી કરે છે. અમારી સંસ્થાની બનાસકાંઠામાં પૂર વેળાની કામગીરીને ગુજરાત સરકારનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિત સમગ્ર અધિકારીઓ દ્વારા પ્રસંશા કરવામાં આવી હતી. ખાસ કરીને આજના સમયમાં મોબાઇલ વોટ્સએપ, ફેસબુક જેવા દૂષણો વધતાં તથા વિજાતીય આકર્ષણને કારણે હિન્દુ મુસ્લિમ સમાજમાં લવ જેહાદ જેવા બનાવોમાં અમારી સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન અને સમર્થન આપવામાં આવતું નથી કે અને મુસ્લિમ સમાજમાં અગ્રણીઓ દ્વારા મુસ્લિમ યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.
અગ્રણીઓએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં આ મહિનામાં જ વાપી-પારડી શહેરમાં મુસ્લિમ સમાજની ૩ યુવતીઓ સાથે હિન્દુ યુવકો સાથે જવાના અને ૧ હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે જવાના બનાવો બન્યા છે. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કોઈપણ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કે હિન્દુ-મુસ્લિમ સમાજમાં ભાગલા પડે કે મનદુઃખ થાય તેવી કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. મુસ્લિમ સમાજ આ પ્રશ્નને સામાજિક અને શાંતિ જાળવીને કાનૂન વ્યવસ્થાની મદદથી હલ કરવા માંગે છે.
અને હાલમાં જ વાપીમાં આવેલ દારૂના ધંધા સાથે સંકળાયેલ કર્ણાટક રાજ્યના અસામાજિક યુવક દ્વારા મુસ્લિમ યુવતીને ફસાવીને લઈ જવાની ઘટના બની હતી. યુવતીના ભાઈ અને પરિવારે જમિયત ઉલ્માએ હિંદ વાપી અને ‘ગુજરાત ટુડે’ના પત્રકારને આ તમામ વિગતો જણાવી હતી. પત્રકારદ્વારા આ મામલે વિગત પૂછતાં વાપી જીઆઇડીસી પોલીસે મોબાઇલ કોલ ડીટેલની વાત કરીને ધક્કા ખવડાવતા રહ્યા હતા. વાપી જીઆઇડીસી પોલીસે મુસ્લિમ આગેવાનો, પત્રકાર દ્વારા આ મામલે આગળ કાર્યવાહી કરતાં ૧૭ દિવસ પછી જીઆઇડીસી પોલીસ સ્ટેશન પર કર્ણાટક રાજ્યમાંથી હાજર થયા અને જરૂરી કાર્યવાહી કરીને યુવતીને તેના પરિવાર સાથે સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ૨૦૧૮નાં વર્ષમાં હોળીના તહેવાર પર જીઆઇડીસી પોલીસ સ્ટેશન પર બળાત્કારનો ભોગ બનેલી એક આદિવાસી સમાજની ગરીબ યુવતીને ન્યાય ન મળતાં તે યુવતીએ આપઘાત કર્યો હતો અને તેને વાપીમાં “હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ” તરફથી તેનાં આ કેસમાં મદદરૂપ થયા હતા અને આરોપીઓને પર ફરિયાદ નોંધાવી હતી અને જેલમાં મોકલી આપ્યા હતા.
વાપી પોલીસની ઢીલી નીતિ તથા સ્થાનિક દૈનિકની ભૂંડી ભૂમિકા પ્રત્યે મુસ્લિમ સમાજમાં રોષ

Recent Comments