શહેરા,તા.૧૭
શહેરા મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે તે માટે મુસ્લિમ ટીચર્સ એસોસિએશન શહેરા દ્વારા શનિવારની રાત્રે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત શહેરાના હાફિઝ સઉદ સલીમ સંચાવાલાએ કુર્આનેપાકની તિલાવતથી કરી હતી. ત્યાર પછી આવેલા મહેમાનોનું સ્વાગત કુમાર શાળા શહેરાના આચાર્ય અહેમદ એમ. પઠાણે શબ્દોથી કર્યું હતું.
મુસ્લિમ સમાજ શિક્ષણ સુધારણા અભિયાન કાર્યક્રમની પૂર્વ ભૂમિકા એસ. જે. દવેના હાઈસ્કૂલ શહેરાના ટીચર્સ રસીદ એ.પઠાણે કરી હતી આ પ્રોગ્રામનું સંચાલન અમનુલ્લાખાન વાય. પઠાણ, શિક્ષક તેમજ શિક્ષક નશીમવલી અને શિક્ષક મકબૂલ સંભાળીવાળાએ કર્યું હતું.
પ્રાસંગિક પ્રવચનોમાં (૧) આર્થિક અસમર્થતા ધરાવતા વાલીઓ પોતાના સંતાનોને શારૂ શિક્ષણ આપી શકે ? કેવી રીતે ? એ વિશેની માહિતી શિક્ષક તોસીફ અન્સારીએ આપી હતી. (ર) બોર્ડની તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં બાળકો માટે ધ્યાનમાં લેવા જેવી કેટલીક અગત્યોની બાબતો વિશે માહિતી શિક્ષક ઈરફાન એમ. પઠાણે કરી હતી. (૩) મુસ્લિમ સમાજ અને વિદ્યાર્થીઓની પ્રગતિમાં અવરોધ રૂપ બનતો ભયંકર રોગ વ્યસન વિશે માહિતી આપતા એસ.જે. દવેના શિક્ષક રસીદ એ. પઠાણે કરી હતી. (૪) મુસ્લિમ સમાજ અને વિદ્યાર્થીઓને પ્રગતિશીલ બનાવવા યોગ્ય વાતાવરણ પુરૂ પાડે તથા જાહેર સંપતિની જાળવણી કેવી રીતે કરી શકાય તેની માહિતી પ્રિન્સિપાલ હનીફ એચ. શેખે કરી હતી. (પ) મુસ્લિમ સમાજના બાળકોમાં સંસ્કારનું સિંચન શિસ્ત અને સ્વાસ્થ માટે માતા-પિતા દ્વારા ધ્યાનમાં લેવા જેવી બાબતોની માહિતી આચાર્ય અહેમદ એમ. પઠાણે કરી હતી. (૬) મુસ્લિમ સમાજ અને બાળકોની પ્રગતિમાં ઉલેમાઓ ટ્રસ્ટીઓ અને શિક્ષકોની માહિતી આચાર્ય બુરહાનભાઈ એસ. બંગલાવાળાએ કરી હતી (૭) મુસ્લિમ સમાજમાં કન્યા કેળવણીની અનિવાર્યતા અને તેના ઉપાયો વિશે આચાર્ય બુરહાનભાઈ એમ. સી.ભાઈએ કરી હતી. તેમજ વકતા તરીકે હાજી એઝાઝ પઠાણ દાહોદવાળાએ શિક્ષણ પાછળ બાળકોને કઈ રીતે લાવવાની માહિતી આપી હતી. ત્યાર બાદ ર૦૧૬-૧૭ના વર્ષમાં ધો.૧૦ અને ૧રમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય નંબર પ્રાપ્ત કરનારનું તથા ર૦૧૬-૧૭ના વર્ષમાં શહેરા મુસ્લિમ સમાજમાંથી જે યુવાનોએ સરકારી નોકરી મેળવી છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કસ્બાપંચ અને ઘાંચીપંચના પ્રમુખ મૌલાના સાહબ મુસ્લિમ સમાજના આગેવાનો હસ્તે ઈનામ આપવામાં આવ્યું હતું. મુસ્લિમ આગેવાનો તેમજ નગીના મસ્જિદના પેસ ઈમામે મુસ્લિમ ટીચર્સ એસોસિએશન શહેરાના આ કાર્યક્રમને ખુબ બિરદાવી અને દર વર્ષે આવો કાર્યક્રમ અનુરોધ કર્યો હતો.