(સંવાદદાતા દ્વારા) સુરત તા.૯
દેશભરમાં થઈ રહેલા મોબલિંચિંગના બનાવનો વિરોધ કરવા સુરત શહેરમાં યોજાયેલી રેલીમાં પોલીસ અને રેલીમાં જોડાયેલા કેટલાક શખ્સો વચ્ચે ઘર્ષણ થયા બાદ, પોલીસે ટીયરગેસના શેલ છોડી બનાવને કાબૂમાં લીધા બાદ રેલીના મુખ્ય નેતા ઓની ઘરપકડ બાદ લધુમિત સમાજના નાનપુરા, સગરામપુરા અને ખંડેરાપુરા સહિતના વિસ્તારોમાંથી પોલીસ દ્વારા અર્ધી રાત્રેે મુસ્લિમોના ઘરોમાં ઘૂસી જઈ, સૂતેલા નિદોર્ષ મુસ્લિમોની ઘરપકડ કરાતાં, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પોલીસે આજે ૪૦ જેટલા નિર્દોષોની આઇપીસીની કલમ ૩૦૭માં ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડની માગણી ન કરતાં કોર્ટે તમામને જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો હતો.
આ તબક્કે ધરપકડ કરાયેલ નિર્દોષ મુસ્લિમોના પરિવારજનો કોર્ટ પરિસરમાં જ ચોધાર આસુએ આક્રંદ કરતાં નજરે પડ્યાં હતા. ઉપરાંત પોલીસની કામગીરી સામે સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળે છે. જેને પગલે આગામી દિવસોમાં શહેરના મુસ્લિમ વિસ્તારમાં વાતાવરણ તંગ બને તેવી ભિતિ સેવાઈ રહ્યી છે.
પોલીસની નિર્દોષોને ઘરોમાં ઘૂસીને પકડવાની અને રાત્રે રસ્તાઓ પરથી પસાર થતાં મુસ્લિમોને પકડી પકડીને રાયોટિંગ અને આઇપીસી ૩૦૭ જેવી ગંભીર કલમોનો ભોગ બનાવી દેતાંની આચરેલી કામગીરીથી મુસ્લિમોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
આ અંગે આજે સ્વાભિમાની રિબ્લીકન સોનવણે ચંદ્રભાનમાનએ તેમના કાર્યકતા દ્વારા અને બહુજન સમાજવાદી પાર્ટીના સુરતના પ્રમુખ સાજીદ મુન્સી, દિનેશ ચૌધરી સહિતનાઓએ શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી શહેરના નિર્દોષ મુસ્લિમો સાથે યોગ્ય ન્યાય થાય તેવી રજૂઆત કરી હતી.દેશના ઝારખંડ ખાતે તબરેઝ અન્સારી સહિતના લોકો સાથે બનેલ મોબલિંચિંગના બનાવને વખોડવા તેનો વિરોધ કરવા ગત શુક્રવારના રોજ શહેરના બડેખાં ચકલા ખ્વાજાદાનાથી વર્સેટાઈલ માઈનોરીટી ફોર્મના નેજા હેઠળ એક વિરોધ રેલી નિકળતા જે રેલી નાનપુરા મક્કાઈપુલ ખાતે આવ્યા બાદ રેલી આગળ વધાવાને લઈને પોલીસ અને રેલીમાં જોડાયેલા કેટલાક વ્યકિતઓ જોડે ઘષર્ણ થતાં ઉશ્કેરાયેલા કેટલાક લોકો દ્વારા સીટી બસને નિશાન બનાવતા પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા બાદ બનાવ સ્થળ ઉપરથી જ રેલીના આગેવાનોની ધરપકડ કરી ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ શહેર પોલીસ દ્વારા પાછલા બે ત્રણ દિવસથી સમગ્ર નાનપુરા, ખંડેરાવપુરા, સગરામપુરા, બડેખાં ચકલા, સિહતના લઘુમતિ વિસ્તારો માંથી રાત્રે સુઈ રહેલા નિદોષ મુસ્લિમોને પણ પોલીસ દ્વારા ધરપકડ કરવાના બનાવની ઉપરોકત મુસ્લિમ વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શહેર પોલીસ દ્વારા કોઈ પણ જાતની ખરાઈ કરવા વગર નિદોર્ષ મુસ્લિમોને અર્ધી રાત્રે ઘરોમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ધરપકડ કરી ગઈકાલ એક જ રાત્રી દરમિયાન ૪૦ મુસ્લિમોની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટ દલીલ સાંભળ્યા બાદ કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
દરમિયાન શહેર પોલીસ દ્વારા ઉપરોકત લઘુમતિ વિસ્તારોમાં કરવામાં આવી રહેલ ઘરપકડથી સમગ્ર શહેરના મુસ્લિમોમાં શહેર પોલીસની આવી એક તરફી કાર્યવાહીથી રોષ જોવા મળી રહી છે. આ બાબતે આજે શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને સ્વાભિમાની રિબ્પીકન પક્ષના ગુ.પ્રદેશ પ્રમુખ સોનવડે ચંદ્રમાન અને બહુજન સમાજન પાર્ટીના પ્રમુખ સમદ મુન્સી દિનેશ ચૌધરી સહિતનાએ મોટી સંખ્યામાં પોતાના કાર્યકતા સાથે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ગત શુક્રવારે લઘુમિત સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવતાં જેમાં થયેલ ભાગ-દોડની ઘટના બાદ પોલીસ દ્વારા નિર્દોષ લોકો વિરૂદ્ધ થયેલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેની તેઓને જાણ થઈ છે ઘણાં બેકસુર લોકોના નામનો ઉલ્લેખ છે અને અમુક એવા પણ લોકો છે, જે આ ઘટના સ્થળ પર હાજર પણ ન હતા. એવા લોકોના નામો પણ સામેલ કરવામાં આવ્યા છે. તેવા લોકોના નામ કમી કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી નિદોર્ષ લોકોને ન્યાય મળે માટે તાત્કાલિક ઘટતુ કરવામાં આવે તેવી માગણી કરતું આવેદનપત્ર પાઠવાયું હતું.
જ્યારે ઉપકોત બાબતે આજરોજ બહુમાન સમાજ પર્ટીના પ્રમુખ સાજીદ મુન્શી અને દિનેશ ચૌધરી દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવતાં જેમાં જણાવ્યું હતું કે, જે બનાવ બનેલ એ ખૂબ જ નિંદનીય છે જેને તેઓ સખત શબ્દમાં વખોડે છે અને પોલીસ કે સરકારી સંપતિ પર હુમલો કરેલ તેવા વ્યકિતઓની વિરૂદ્ધમાં કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તેમની જાણમાં આવ્યું છે કે, કેટલાક નિદોર્ષ વ્યકિતઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેમના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે તે વ્યકિતઓને મુક્ત કરવામાં આવે અને નિદોષને ન્યાય મળે તેવી વિનંતી અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું.
પરંતુ શહેર પોલીસ દ્વારા પોતાની મનમાની કરી ઉપરોકત મુસ્લિમ વિસ્તારોમાંથી આધેધડ ધરપકડથી સમગ્ર મુસ્લિમ વિસ્તાર સિહત સમગ્ર શહેરમાં પોલીસની આવી કાર્યવાહીથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હોવાનું જાણવા મળે છે.