(એજન્સી) તા.૯
થોડા દિવસ પહેલા દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં પાર્કિંગ વિવાદે સાંપ્રદાયિક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હવે મંગળવારે આ વિસ્તારમાં મૂર્તિની પુનઃસ્થાપના પછી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમ્યાન મુસ્લિમ સમુદાયના લોકોએ કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું. આ શોભા યાત્રા અજમેરી બાજાર, લાલ કુંઆ, ચાવડી બાજાર, ખારી બાવલીમાંથી પસાર થઈ હતી. આ દરમ્યાન હિન્દુ-મુસ્લિમોએ સાથે મળીને સદ્‌ભાવનાનો સંદેશ આપ્યો હતો. આ દરમ્યાન દિલ્હી શાંતિ સમિતિના સભ્યોએ શોભા યાત્રામાં સામેલ થનારા લોકો માટે ભોજનનું આયોજન કર્યું હતું. પોલીસે પણ કોઈપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા સઘન બંદોબસ્ત કર્યું હતું. આ શોભાયાત્રા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર યાત્રા પર ૩૦૦ સીસીટીવી કેમેરા વડે નજર રાખવામાં આવી હતી.