(એજન્સી) તા.૩૧
મુસ્લિમોના આગામી પવિત્ર તહેવાર ઇદ-ઉલ-અઝહાના અવસરે ટોચના મુસ્લિમ મૌલવીઓ એકસૂરમાં તમામ મુસ્લિમોને વિનંતી કરી હતી કે આ વખતે યોગ્ય કાયદા કે નિયમ પ્રમાણે જ કુરબાની કરવી અને રસ્તાઓ કે માર્ગો પર પશુઓની કુરબાની ના કરે, સ્વચ્છતા જાળવી રાખે અને ખાસ કરીને પાડોશીઓને હેરાનગતિ ન થાય તે રીતે એમાં પણ વધારે ધ્યાન એ રાખવું કે કોઇ બીજા ધર્મના લોકોને તેનાથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમણે કહ્યું છે કે ગમે તેવી સ્થિતિ હોય તમામ મુસ્લિમો કાયદો હાથમાં લેતા બચે અને પયગમ્બર સાહેબની સુન્નત પ્રમાણે જ કુરબાનીની વિધિ પૂર્ણ કરે. આ વખતે કુરબાની કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે એ તમામ મુસ્લિમો જાણે જ છે. આ મુશ્કેલીઓ છતાં જે લોકો કુરબાની કરી શકે છે તેઓ ક્યારેય ન ભૂલે કે કુરબાની કરવી તેમની મહત્વપૂર્ણ જવાબદારી છે. તમારે એકબીજાને યોગ્ય કાયદા મુજબ કુરબાની કરવામાં આવે તે રીતે મદદ કરવાની રહેશે. મૌલના સૈયદ મોહમ્મદ રાબે હુસ્ની, પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી, પ્રેસિડેન્ટ, જમાત-એ-ઇસ્લામી હિંદ, મૌલાના સૈયદ મહેમૂદ મદની, જનરલ સેક્રેટરી, જમિયત-ઉલેમા-એ-હિંદ, મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાની, સેક્રેટરી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, નાવીદ હમીદ, પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયા મજલીસ-એ-મુશાવરાત
મૌલાના અલી અસગર ઇમામ મહેદી- સેક્રેટરી જનરલ, મરકાઝી જમીયત-એહલે- હદીસ- હિંદ,મૌલાના ખલીદ- રાશીદ ફિરંગી મહાલી, સભ્ય, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મૌલાના યાસીન અખતર મિસબાહી, ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ, દારુલ કલામ, દિલ્હી
મૌલાના કલ્બે જવાદ નકવી, સેનેટ મેમ્બર, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના તમામ મૌલવીઓએ એકસૂરમાં કહ્યું હતું કે આ વખતે તમામ મુસ્લિમ સમુદાયના લોકો રોડ, ફૂટપાથ અને પગદંડી પર કુરબાની ન કરે. પાડોશીઓને પડતી મુશ્કેલીનો ખાસ ધ્યાન રાખજો. ખુલ્લી જગ્યામાં કુરબાની કરવાનું ટાળજો. કુરબાનીનું લોહી સીધું જમીનમાં ઉતરી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્વચ્છતા જાળવજો. તમામ મૌલવીઓએ કહ્યું કે કેટલાક વરિષ્ઠ અને ગંભીર નાગરિકોની સમિતિ બનાવો. આ સમિતિ તમામ લોકો પર નજર રાખશે. સ્થિતિ કાબૂમાં રાખશેે. તેમના નિરીક્ષણ હેઠળ જ કુરબાની થશે. આ સમિતિ તમામ સમુદાયના લોકોના સંપર્કમાં રહેશે અને કાયદો વ્યવસ્થા જાળવશે. તેમણે કહ્યું કે અફવાઓ ન ફેલાવશો કે તેના પર ધ્યાન ન આપશો. જો કોઇ અફવા સાંભળો તો સમિતિનું ધ્યાન દોરજો અને ક્રોસ વેરીફાય કર્યા બાદ જ કોઈ જરુરી પગલાં ભરજો. કુરબાનીના તમામ મસાઇલને ધ્યાનમાં રાખીને જ કુરબાની કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે અલ્લાહને યાદ કરજો અને છેલ્લે તમામને ઇદની શુભેચ્છા પાઠવજો અને દેશભરમાં તથા વિશ્વમાં તેની શાંતિથી ઉજવણી થાય તેવી દુવા કરજો. આ વખતે આગામી ર સપ્ટેમ્બરે ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવશે.