અમદાવાદ,તા.ર૬
‘શિક્ષણ’ થકી પ્રગતિના દ્વાર ખોલી શકાય છે. ત્યારે શિક્ષણ મેળવવું એ કેટલું જરૂરી છે તે સમજી શકાય છે આજે દરેક સમાજ શિક્ષણના માધ્યમ થકી પ્રગતિના પંથે અગ્રેસર બન્યો છે ત્યારે મુસ્લિમ સમાજ પણ આ રાહ પર ચાલવા માંડ્યો છે જ્યાં સક્ષમ લોકો તો આસાનીથી પોતાનો સંતાનોને યોગ્ય શિક્ષણ અપાવડાવે છે જ્યારે ગરીબ અને આર્થિક સમસ્યાઓનો સામનો કરનારા અનેક લઘુમતી સમાજના ખાસ કરીને મુસ્લિમો શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે લઘુમતી વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર સરકારી શિષ્યવૃત્તિની જુદી-જુદી સ્કીમોથી જો તેઓ પરિચિત બની તેનો લાભ લે તો નાણાંકીય મુશ્કેલીઓના કારણે તેમને શાળા છોડવાનો કે ભણતર અધુરું છોડવાનો વારો નહીં આવે અને સમાજને પ્રગતિના પંથે લઈ જવામાં તેઓ પણ ફાળો આપી શકશે. દર વર્ષે જુલાઈ મહિનામાંથી આવી શિષ્યવૃત્તિની અનેક યોજનાઓના ફોર્મ ભરાય છે ત્યારે આવી યોજનાઓનો લાભ લઈ તેમજ આ યોજનાઓ વિશે સમાજના અન્ય લોકોને સોશિયલ મીડિયા સહિતના માધ્યમો થકી ઝડપથી જાણ કરી ઘર-ઘર સુધી આ યોજનાઓની માહિતી પહોંચાડવી જોઈએ. કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિ દર વર્ષે જુલાઈમાં અપાય છે. આ શિષ્યવૃત્તિ ધોરણ ૧થી સ્નાતક કક્ષાના અભ્યાસ માટે આપવામાં આવે છે આ માટેની વેબસાઈટ http://www.scholarships.gov.in છે જેનાથી પરથી આ અંગેની તમામ વિગતો મેળવી શકાય છે આ શિષ્યવૃત્તિ માટે ઓછામાં ઓછા પ૦ ટકા માકર્સ હોવા જોઈએ. જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ નર્સરી અને ધોરણ ૧ના વિદ્યાર્થીઓ માટેની વેબસાઈટ http://rte25.upsdc.gov.in/ છે. આ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે આ કાર્યક્રમ હેઠળ શાળાની ફી, પુસ્તકો, યુનિફોર્મનો ખર્ચ જે તે રાજ્ય સરકાર ઉઠાવે છે આ માટે દર વર્ષે ફેબ્રુઆરીમાં ઓનલાઈન અરજી કરી શકાય છે. છોકરીઓ માટે મૌલાના આઝાદ શિષ્યવૃત્તિ (જેનું નામ હવે બેગમ હઝરત મહલ શિષ્યવૃત્તિ છે) જે છોકરીઓએ પપ ટકા માકર્સ મેળવ્યા હોય એ ધોરણ ૯ માટે અરજી કરી શકે છે તેમને પ્રતિવર્ષે પ૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને આ યોજનાને ધોરણ ૧૦માં રિન્યુ પણ કરી શકાય છે. જ્યારે ધોરણ ૧૧ અને ૧રની વિદ્યાર્થિનીઓને રૂપિયા ૬૦૦૦ પ્રતિ વર્ષે આપવામાં આવે છે આ માટે જુલાઈ મહિનામાં ઓનલાઈન અરજીઓ શરૂ થાય છે જેની વેબસાઈટ https:scholarship-maef.org/ છે. આ ઉપરાંત અભ્યાસ અર્થે વિદેશ જવા માટે કોચિંગ ક્લાસ માટે, સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે તેમજ અન્ય આર્થિક સશક્તિકરણની યોજનાઓનો લાભ લેવા માટે http://www.minorityaffairs.gov.in/schemesperformance પર જઈ માહિતી મેળવી શકાશે. કોઈપણ યોજનાઓ લાભ લેવા ફોર્મ ભરતી વેળા વિગતો બરાબર ચકાસી લેવી જરૂરી છે. ખાસ કરીને વિદ્યાર્થીનું નામ સ્કૂલ રેકર્ડમાં, આધાર કાર્ડમાં અને બેન્ક ખાતામાં એક સરખા સ્પેલિંગવાળો હોવો જોઈએ. આ પ્રકારની અન્ય વિગતો પણ ચકાસી લઈ ફોર્મ ભરી શિષ્યવૃત્તિની યોજનાઓનો લાભ લઈ શકાય છે. જ્યારે રપ ટકા જેટલી જ અરજીઓ આ શિષ્યવૃત્તિ માટે આવે છે ત્યારે આ યોજનાઓની અન્યને પણ જાણ કરી લાભાન્વિત કરી શકાય છે.
મુસ્લિમ વિદ્યાર્થીઓ વિવિધ શિષ્યવૃત્તિઓ વિશે જાણકારી મેળવી લાભ લે

Recent Comments