(એજન્સી) કોલંબો, તા.૧૮
શ્રીલંકામાં ગેલ્લે જિલ્લામાં બહુમતી બુદ્ધ સમુદાય અને લઘુમતી મુસ્લિમ સમુદાય વચ્ચે થયેલ હિંસક ઝઘડામાં પોલીસે ૧૯ શખ્સની શનિવારે ધરપકડ કરી હતી. જિલ્લામાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા આસપાસના છ વિસ્તારોમાં પોલીસ કરફયુ લદાયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પરિસ્થિતિ હજુ કાબૂમાં આવી નથી અને દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં કડક સુરક્ષા રહેશે. ગેલમાં મુસ્લિમ અને બુદ્ધ સમુદાય વચ્ચે શુક્રવારે રાત્રે બહુમતી સિંહાળી સમુદાય સંબંધિત સામાન્ય બાબતે તકરાર થતાં જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં કેટલાંક લોકો ઘવાયા હતા જ્યારે લઘુમતી મુસ્લિમ સમાજના ઘરો અને વેપારી સંસ્થાનોને નુકસાન પહોંચ્યું છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં દેશના બહુમતી બૌદ્ધ સમુદાયના વિરોધકર્તાઓએ એક જૂથ બનાવ્યું હતું જેણે યુએસને રોહિંગ્યા મુસ્લિમો માટે સુરક્ષિત રાખ્યું અને પછી તેમના પર હુમલો કરવામાં આવ્યો અને એવો દાવો કરવામાં આવ્યો કે તેઓ આતંકવાદી હતા અને તેમને મ્યાનમારમાં પાછા મોકલી દેવા જોઈએ. સિન્હાલી બૌદ્ધ શ્રીલંકાની વસ્તી ર૦ મિલિયન જેટલી જે મુસ્લિમોની સરખામણીમાં ૭પ ટકા ગણી વધુ છે.