(સંવાદદાતા દ્વારા) )
આણંદ, તા.૨૫
આણંદ શહેરમાં જુના બસસ્ટેન્ડની જગ્યાએ રૂ।.૨.૨૯ કરોડનાં ખર્ચે નવું બસસ્ટેન્ડ બનાવવાની કામગીરી હાથ ધરાતા જ ભાજપનાં પેટમાં કડકડતું તેલ રેડાયું હતું,અને મુસ્લિમ વિસ્તારની નજીકમાં નવા બસ સ્ટેન્ડનું નિર્માણ થાય નહી તે માટે ભાજપનાં પ્રમુખ અને નગરપાલિકાનાં ભાજપી પદાધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી જુના બસસ્ટેન્ડની જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવવાનાં બદલે સરદાર બાગ સામે આવેલા બસસ્ટેન્ડની જગ્યાએ નવું બસસ્ટેન્ડ બનાવવાની માંગ કરી હતી તેમ છતાં જુના બસસ્ટેન્ડ પાસે નવા બસસ્ટેન્ડનું નિર્માણ ચાલુ રખાતા ભાજપનાં નેતાઓએ ગાંધીનગર જઈ બાંધકામ અટકાવવા રજુઆત કરતા આજથી જુના બસ સ્ટેન્ડ વાળી જગ્યાએ બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે.જેને લઈને સ્થાનિક લોકોમાં ભાજપનાં નેતાઓ વિરૂદ્ધ ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં જુનુ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન,સીટી બસ સ્ટેન્ડ, બજારો,પોલીસ સ્ટેશન નજીક નજીકમાં આવેલા હોઈ જુનુ બસ સ્ટેન્ડ આણંદ શહેરનાં તેમજ આસપાસનાં ગામોમાંથી આવતા લોકો માટે ખુબજ અનુકુળ હતું તેમ છતાં જુનુ બસ સ્ટેન્ડ નજીક મુસ્લિમ વિસ્તાર આવેલો હોઈ તેમજ બસ સ્ટેન્ડની આસપાસ મુસ્લિમોનાં વેપાર ધંધા આવેલા હોઈ મુસ્લિમ સમાજનાં વેપાર ધંધાને નુકશાન કરવાનાં બદ ઈરાદે ગોધરા કાંડ વખતે બસ સ્ટેન્ડ પાસે માત્ર એક સ્ટેબીંગનાં બનાવને આગળ કરી ભાજપનાં પાલિકાનાં પદાધિકારીઓએ કાગારોળ કરી રાતો રાત બસ સ્ટેન્ડને સરદાર બાગ સામે આવેલી જગ્યામાં ખસેડી દેવામાં આવ્યું હતું,પરંતુ ત્યારબાદ પણ જુનુ બસ સ્ટેન્ડ પીકઅપ સ્ટેન્ડ તરીકે ચાલુ રહેતા અને બસસ્ટેન્ડ જર્જરીત હોઈ એસ ટી નિગમ દ્વારા જુના બસ સ્ટેન્ડની ઈમારત તોડીને તેની જગ્યાએ અઢી કરોડનાં ખર્ચે નવું બસ સ્ટેન્ડ નિર્માણ કરવાની કામગીરી શરૂ કરાતાજ મુસ્લિમોને નુકશાન પહોંચાડવા માટે હમેંસા તપ્પર રહેતા ભાજપનાં પદાધિકારીઓનાં પેટમાં કડકડતું તેલ રોકાયું હતું,અને ખાણ ખનીજ અને ઉદ્યોગ રાજય મંત્રી રોહીત પટેલનાં નેતૃત્વમાં પાલિકાનાં પ્રમુખ મિતાબેન પટેલ,પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેસ પટેલ (ભયલુ) અને ઉપપ્રમુખ સહીતનાંઓએ રાજયનાં વાહન વ્યવ્હાર મંત્રી વલ્લભ કાકડીયાને ગાંધીનગર ખાતે મળી જુના બસ સ્ટેન્ડનાં સ્થળે નવા બસ સ્ટેન્ડનાં નિર્માણનો વિરોધ કરી આ વિસ્તારમાં અસામાજીક લોકોનો અડ્ડો હોઈ તેમજ સંવેદનશીલ હોવાથી આ જગ્યાએ નવુ બસ સ્ટેન્ડ બનાવવાનાં બદલે તેનાં બદલે સરદાર બાગ સામે આવેલાં બસ સ્ટેન્ડનાં સ્થળે નવુ બસ સ્ટેન્ડ બનાવવા રજુઆતો કરી હતી,પરંતુ એસ ટી વિભાગ માટે આ સ્થળ અનુકુળ હોઈ નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય આગળ ધપાવી પીલ્લરો ઉભા કરવાનું શરૂ કરાતાજ ગઈકાલે પાલિકાનાં ઉપપ્રમુખ કાંતીભાઈ ચાવડા,પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેસ પટેલ સહીતનાં પ્રતિનીધી મંડળએ એ ગાંધીનગર ખાતે જઈ મુખ્યમંત્રી સહીત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરીવાર રજુઆતો કરાતા વાહન વ્યવ્હાર મંત્રીએ કોન્ટ્રાકટરને સીધો ફોન કરી બાંધકામ અટકાવી દેવા આદેશ આપતા આજથી બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે,તેમજ મજુરો અને કોન્ટ્રાકટર તમામ મશીનરી સાથે આજે ચાલ્યા ગયા હતા.
આ અંગે નગરપાલિકાનાં ઉપપ્રમુખ કાંતીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓએ ગાંધીનગર ખાતે વાહન વ્યવ્હાર મંત્રીને મળીને આ બાંધકામ અટકાવવા રજુઆત કરતા વાહન વ્યવ્હારમંત્રીએ કોન્ટ્રાકટરને સીધો ફોન કરી બાંધકામ બંધ કરવા આદેશ આપતા આ બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે.
આ અંગે આણંદ જિલ્લા ભાજપનાં પ્રમુખ સિકંદરભાઈ માસ્ટરએ કહ્યું હતું કે જુનુ બસસ્ટેન્ડ તે રેલ્વે સ્ટેશન અને વીટકોસ બસસ્ટેન્ડ તેમજ બજારોની નજીકમાં આવેલું હોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે આ ખુબજ અનુકુળ જગ્યા છે,તેમજ માત્ર ૫૦ મીટરનાં અંતરે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી માત્ર ૨૫ મીટરનાં અંતરે જિલ્લા ટ્રાફિક પોલીસ મથક અને માત્ર ૧૫૦ મીટરનાં અંતરે ટાઉન પોલીસ મથક,લોકલ ક્રાઈમ બ્રાંચ,અને એસઓજી પોલીસની કચેરીઓ આવેલી છે,જે રીતે પણ આ વિસ્તાર સુરક્ષિત છે.વર્ષ ૨૦૦૨માં માત્ર એક સ્ટેબીંગને બાદ કરતા આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ત્યારે આ સ્થળે નવા બસ સ્ટેન્ડનાં નિર્માણનો વિરોધ કરવો એ દુઃખદ હોવાનું જણાવ્યું હતું.