(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
મુસ્લિમ યુવકે પોતાની હિન્દુ પત્નીની કસ્ટડી માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કેરળ હાઈકોર્ટે આઈએસઆઈએસ અને અન્ય આતંકી સંગઠનો સાથે સંબંધ ધરાવતા લોકો દ્વારા યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું હોવાથી તેઓના લગ્નને રદ કર્યા હતા. ર૬ વર્ષીય શાફીન જહાને ર૪ મેના રોજ આપવામાં આવેલ હાઈકોર્ટના આદેશને પડકારતા તેના પર સ્ટે મૂકવાની માગ સાથે પત્ની અખિલા ઉર્ફે હાદીયાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. અરજીમાં તેણે જણાવ્યું હતું કે તેઓના લગ્ન કાયદેસર રીતે માન્ય હતા અને તે બંને પુખ્ત છે. મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહર અને ડી.વાય. ચંદ્રચુડ આ મામલે ૪ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરશે. યુવતીના પિતા દ્વારા કરવામાં આવેલ અરજી મુજબ ૧૯ ડિસેમ્બર ર૦૧૬ના રોજ થયેલા ઈસ્લામિક બળવા બાદ તેઓના લગ્ન થયા હતા.
મુસ્લિમ યુવકે હિન્દુ પત્નીની કસ્ટડી માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા

Recent Comments