(એજન્સી) બેઈઝિંગ,તા.૧૧
ચીનમાં એક ચર્ચને બંધ કરવા અને ઇસાઇઓના પવિત્ર ગ્રંથ બાઇબલને બાળવાની ઘટના સામે આવી છે. ચીનના પાટનગર બેઈજિંગમાં સૌથી મોટી ચર્ચ ‘જિયોન’ને બંધ કરી દેવામાં આવી છે. જિયોને ચર્ચ પર લાયસન્સ વિના ચલાવવાનો આરોપ હતો. બીજી તરફ પ્રાંતોમાં બાઇબલ અને પવિત્ર ચિહ્ન ક્રોસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં કોમ્યુનિસ્ટ સરકાર તમામ ધર્મોની તપાસ કરવામાં જોડાયેલી છે. વાસ્તવમાં ચીનના કાનુન અનુસાર પ્રત્યેક ધાર્મિક સ્થાનને વહીવટી તંત્ર પાસેથી સામાન્ય પરવાનગી લેવાની હોય છે. ચીનની સરકારે ખાસ કરીને ઇસાઇ સમુદાય વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં ઝડપ વધારી દીધી છે.
દેશમાં ધર્મોની દેખરેખ કરનારી સંસ્થા અનુસાર ચર્ચ બંધ કરાવવાની સાથે ઇસાઇઓએ પોતાનો ધર્મ છોડવા માટે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવવામાં આવી રહ્યો છે. અમેરિકા ખાતેના ચીન એડ જૂથના બોબ ફૂએ કહ્યું કે, ચીનમાં ધાર્મિક આઝાદીના ઉલ્લંઘન અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે સાવચેત રહેવું જોઇએ. રાષ્ટ્રપતિ શી જિનપિંગના શાસનમાં લોકોની ધાર્મિક સ્વતંત્રતા નાટકીય રીતે સંકોચાઇ રહી છે અને તેની ધર્મ પર ખરાબ અસર પડી રહી છે. હાલ ચીનમાં ૩.૮ કરોડ પ્રોટેસ્ટંટ ઇસાઇ છે. આવનારા સમયમાં ચીનમાં દુનિયાની સૌથી મોટી ઇસાઇ વસ્તી છે. આ સંભાવનાઓ વચ્ચે કેટલાક સમયથી ઇસાઇ સમુદાયને સુનિયોજિત રીતે ઓછુું કરવાની કવાયત ચાલી રહી છે. જિનપિંગ સરકાર પર આરોપ લગાવાઇ રહ્યા છે કે, સરકાર ઇસાઇ ધર્મના લોકોને ઓછા કરવાની રીતો અપનાવી રહી છે. ઇસાઇઓ ઉપરાંત ઉઇઘર મુસ્લિમો પર પણ સરકારે નિશાન બનાવ્યું છે. દેશના ઉત્તર-પશ્ચિમી પ્રાંતમાં આશરે ૧૦ લાખ ઉઇઘર મુસ્લિમોને મનમાની રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે.