(એજન્સી) ગુરૂગ્રામ, તા.૧૩
હરિયાણાના ગુરૂગ્રામમાં મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે સ્થાનિક મસ્જિદને સીલ (બંધ) કરાવ્યા બાદ એક હતાશ વૃદ્ધનો આક્રોશ વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હરિયાણાના ગુરૂગ્રામમાં સ્થાનિક મસ્જિદને સ્થાનિક વહીવટ દ્વારા સીલ મારવાનો સખત રીતે વિરોધ કરતા ૬૯ વર્ષીય મોહમ્મદ અખ્તર નજરે પડે છે. અહેવાલ મુજબ રાજ્યમાં મોહનલાલ ખટ્ટરના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર છે. પરંતુ મુસ્લિમ સમુદાયે જણાવ્યું કે, કેટલાક હિન્દુ સંગઠનના દબાણ હેઠળ ભાજપ સંચાલિત પ્રશાસને બુધવારે ગેરકાયદે બાંધકામ વિરૂદ્ધ અભિયાનના ભાગરૂપ બંદગી (પ્રાર્થના)ની આ સ્થાનિક મસ્જિદને સીલ મારી દીધું હતું અને અમે તેનો વિરોધ કરીશું. હિન્દુ અખબાર માટે કામ કરતા એક અહેવાલમાં જણાવાયું છે. એક સપ્તાહ પહેલાં આ ક્ષેત્રમાં હિન્દુ સંગઠને હિન્દુ ક્રાંતિ દળે મસ્જિદમાં લાઉડ સ્પીકરનો અવાજ અને નમાઝ તેમને ખલેલ પહોંચાડી રહ્યું હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો. અધિકારીઓએ એવો દાવો કર્યો કે ઈન્ડિયન એરફોર્સની ત્રિજ્યામાં આવેલ પ્રતિબંધિત સ્થળોમાં આ નવું બાંધકામ હતું. વીડિયોમાં અખ્તર નિરાશા સાથે બળાપો કાઢતા કહી રહ્યા છે કે એવો કયો કાયદો છે જેમાં કોઈ પ્રકારની નોટિસ વગર અમારી મસ્જિદને સીલ કરવાની પરવાનગી આપે છે તેમણે જણાવ્યું કે, છેલ્લા છ મહિનાથી તેઓ આ સ્થાનિક મસ્જિદમાં નમાઝ પઢે છે. તેમણે આક્રોશ ઠાલવતા વેધક પ્રશ્ન કર્યો કે અમે અહીં સાર્વજનિક ઉપદ્રવ ઉભું કર્યું હોય એવું કોઈ કહી શકશે ? તેમણે કહ્યું કે કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અમને ખાતરી આપી હતી. અમારી બહેન-દીકરીઓ ઘરમાં નમાઝ પઢે છે એ જગ્યા પણ સીલ કરી નાખો અને જાહેર કરો કે અહીં (ભારતમાં) મુસ્લિમો માટે કોઈ સ્થાન નથી. તેઓ અહીં જીવી શકતા નથી. અહીં મૃત્યુ પામે નહીં. ગુડગાંવ મ્યુનિસિપલ કમિશનર યશપાલ યાદવે જણાવ્યું કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ અનુસાર ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)ના એમ્યુનેશન ડિપોટની ૩૦૦ મીટરની અંદર આવેલ કોઈપણ નવા બાંધકામ પર પ્રતિબંધ મૂકાયો છે અને આ માળખું આ ત્રિજ્યામાં આવેલું હોવાથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ મુજબ મસ્જિદને સીલ કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.