(એજન્સી) તા.રર
ન્યુઝીલેન્ડ સરકારે ક્રાઈસ્ટચર્ચની મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે પોતાની સંપૂર્ણ સંવેદના જાહેર કરી છે. પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ને સ્પષ્ટ કરી દીધું હતું કે તે હુમલાખોર આતંકવાદીનું નામ લેવા માગતી નથી અને તેને ગુમનામ કરી દેવા માંગે છે. કારણ કે તેણે ફકત પ્રસિધ્ધિ મેળવવા માટે નિર્દોષ નમાઝીઓને શહીદ કર્યા છે. તેમણે કહ્યું હતું કે સરકાર પણ આતંકીના નામને પ્રસિધ્ધિ ન મળે તેના પુરતા પ્રયત્નો કરશે.