(એજન્સી) તા.રર
ગયા શુક્રવારે ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલા પછી ન્યુઝીલેન્ડના વિદેશમંત્રી વિંસ્ટન પીટર્સે પ્રતિજ્ઞા લીધી છે કે મસ્જિદો પર થયેલા હુમલા પછી હવે તે મુસ્લિમો પર કોઈ હુમલો નહીં થવા દે અને ન્યુઝીલેન્ડના બધા મુસ્લિમો સુરક્ષિત રહેશે. તુર્કીના ઈસ્તંબુલમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશનની બેઠકમાં વિદેશમંત્રી વિંસ્ટન પીટર્સે કહ્યું હતું કે તે ન્યુઝીલેન્ડમાં મુસ્લિમો સલામતી અનુભવે તે માટે વિશેષ ધ્યાન આપી રહ્યા છે.