(એજન્સી) નાલંદા, તા.૯
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સ્થાપક મોહંમદઅલી ઝીણાની તસવીરનો વિવાદ વકરી રહ્યો છે. યોગ ગુરૂ બાબારામદેવે કહ્યું કે મુસ્લિમો તસવીરમાં કે મૂર્તિમાં શ્રદ્ધા રાખતા નથી. ત્યારે મોહંમદઅલી ઝીણાંનો તસવીર અંગે બિનજરૂરી ચિંતા કરવી ન જોઈએ.
મીડિયા સાથે વાતચીત કરતાં બાબારામદેવે કહ્યું કે પાકિસ્તાનના સ્થાપક તેમના દેશ માટે સારા છે પરંતુ ભારતીય એકતા અને અખંડિતતામાં માનનારાઓ માટે આદર્શ નથી. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા મણીશંકર ઐયરે ઝીણાના વખાણ કર્યા હતા. ત્યારે ભાજપના મંત્રી મણીશંકર ઐયરની ટીકા કરી કહ્યું હતું કે તે કોંગ્રેસની લાગણી બતાવી રહ્યા છે. ભાજપના સાંસદ સતીશ ગૌતમે ઝીણાની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તસવીર અંગે પ્રશ્નો ઉઠાવ્યા બાદ તે વિવાદ ઉગ્ર બન્યો હતો.