(એજન્સી) તાબા હેઠળના જેરૂસલેમ, તા.૮
સોમવારના રોજ વહેલી સવારે અલ-અક્સા મસ્જિદમાં ડઝનો ઈઝરાયેલી વસાહતીઓેએ પોલીસકર્મીની સુરક્ષા હેઠળ હુમલો કર્યો હતો. જેના લીધે જેરૂસલેમમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. ૫૮ જેટલા ઈઝરાયેલી વસાહતીઓએ મસ્જિદમાં દેખાવો કરી તેની ઈમારતને નુકસાન પહોચાડ્યું હતું. બાદમાં અલ-અક્સાનો દરવાજો અલ-માગરિબા પર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. મોટાભાગની શસ્ત્રસજ્જ ઈઝરાયેલી પોલીસે ઈઝરાયેલી વસાહતીઓને પવિત્ર સ્થળની અંદર પ્રવેશવા માટે ં તમામ મદદ પૂરી પાડી હતી. તેમજ ઈઝરાયેલી કટ્ટરપંથીઓએ પવિત્ર સ્થળના ઈતિહાસને બનાવટી ગણાવ્યો હતો.