અમદાવાદ, તા.૧૬
આ વખતે પણ વર્ષ ર૦૧૭માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય મતદાન પેટર્નથી મુસ્લિમ મતદારોની મતદાન પેટર્ન અલગ નથી. ખૂબ જ દુઃખની વાત છે કે, ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન મુસ્લિમોએ કર્યું છે. મુસ્લિમોનું સામાન્ય મતદાન ૩.૬૧ ટકાથી ઘટીને ૩.પ૮ ટકા થયું છે. ર૦૧રમાં મુસ્લિમોનું મતદાન ૭ર.૧૭ ટકા હતું જ્યારે આ વખતે મતદાન ઘટીને ૬૮.પ૯ ટકા જેટલું થયું છે. જે મુસ્લિમો માટે ખૂબ જ ખરાબ બાબત છે. આશરે ૩૪ જેટલા વિધાનસભા મતવિસ્તારોમાં મુસ્લિમ મતદારોનો દબદબો છે જેમાં કુલ ૧પ ટકાથી વધુ મુસ્લિમોની સંખ્યા છે. ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા ૯ ટકા જેટલી છે. જેમાંથી ચાર વિધાનસભા મતવિસ્તારોમાં મુસ્લિમો જ ઉમેદવારોનું ભાવિ નક્કી કરે છે. જેમાં જમાલપુર-ખાડિયા (૬૧.ર૮%), દાણીલીમડા (૪૮%), દરિયાપુર (૪૬.ર૩%) અને વાગરા (૪૪%) જેટલો છે. ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુરમાં મુસ્લિમ મતોનું પ્રમાણ ઘટ્યું છે. આ વખતે મુસ્લિમ મતોમાં પ.૯૩ ટકા જેટલો ઘટાડો થયો છે જ્યારે જમાલપુરમાં ૩.ર૮ ટકા મુસ્લિમોનું મતદાન ઘટ્યું છે. જ્યારે દાણીલીમડા અને વાગરામાં થોડાક અંશે એક ટકા જેટલું મુસ્લિમ મતોનું પ્રમાણ ઘટ્યું છે. કોંગ્રેસ પાર્ટી પણ મુસ્લિમ ઉમેદવારોને ઊભા કરે છે જ્યારે દાણીલીમડાની બેઠક અનુસૂચિત જાતિને અનામત બાકાત રાખવામાં આવે છે પરંતુ આ ચારેય બેઠકો પર ઊભા થયેલ ઉમેદવારો જ્યારે કેટલાક લઘુમતી વિસ્તારમાં તાદલજા જેવી જૂની સિટીઓમાં સારું એવું મતદાન થાય છે. ઘણા લોકો કહે છે કે, એ મતવિસ્તારમાં સારું શાસન અને શિક્ષણ છે. હું આશા રાખું છું કે, પાર્ટી સત્તામાં આવ્યા બાદ ગરીબો માટે સારા કામો કરશે. ભાવ વધારો એ મુખ્ય મુદ્દો છે. સરકાર ભાવ વધારા મુદ્દે કોઈ સારા પગલાં લે અને સાથે બેરોજગારી ઘટાડીને નોકરીઓની તક ઊભી કરે. બહેરામપુરાના નસીમ બાનોએ જણાવ્યું હતું. મુસ્લિમો કોંગ્રેસને સમર્થન આપે છે પરંતુ રાહુલ ગાંધીના ર૭ મંદિરોની મુલાકાત બાદ મુસ્લિમોમાં રાહુલ ગાંધી પ્રત્યે અણગમો દેખાયો છે. મુસ્લિમોને આમાં હિન્દુત્વની ઝલક દેખાઈ રહી છે જ્યારે ગુજરાતમાં ભાષણ દરમિયાન રાહુલના મુખેથી ‘‘મુસ્લિમ’’ શબ્દ એક પણ વાર બોલાયો નથી.