લંડન,તા.૧૦
ભારતીય ઓપનર રોહિત શર્માએ એક પછી એક સદી ઇનિંગ્સ રમતા ક્રિકેટ વર્લ્ડને પોતાના દિવાના બનાવી દીધા છે. તેના ફૈન્સ લિસ્ટમાં પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર પણ સામેલ છે. તાજેતરમાં જ શોએબ અખ્બતરે તેના વખાણ કર્યા હતા. હવે પૂર્વ ક્રિકેટર મુશ્તાક મોહમ્મદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યાં કે રોહિત શર્મા તેમના તમામ ભાઇઓ કરતાં શ્રેષ્ઠ ક્રિકેટર છે.
પાકિસ્તાનના મહાન ક્રિકેટરોમાં ગણતરી થનાર મુશ્તારે બર્મિંઘમમાં કહ્યું કે તેઓ જબરદસ્તા ખેલાડી છે. ૪૦ વર્ષથી પણ વધુ સમય સૌથી ઓછી ઉંમરના ટેસ્ટમાં સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરનાર આ ક્રિકેટરને જ્યારે પૂછવામાં આવ્યું કે રોહિત તેમના કયા ભાઇ (હનીફ, સાદિક કે વજીર)ની યાદ અપાવે છે તો તેમણે ફટાક કરતાં કહ્યું કે તેઓ અમારા કરતાં કયાંય શ્રેષ્ઠ છે. આંકડા તેનો સાક્ષી છે.
વર્લ્ડ કપ-૨૦૧૯માં ૬૪૭ રન બનાવી ચૂકેલા રોહિતની બેટિંગના વખાણ કરતાં તેમણે કહ્યું કે તેમની ટેકનિકલી, આક્રમકતા, અને શોટ સિલેક્શન એવી છે જેને જોવામાં સારું લાગે છે. જ્યારે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઓપનર રોહિત શર્મા, અને પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમની તુલના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મને કોઇ ક્રિકેટરની બીજા ક્રિકેટર સાથે તુલના કરવી પસંદ નથી. પરંતુ આ ત્રણેય કંસિસ્ટેંટ પ્લેયર છે.