લુણાવાડા, તા. ૧૮
રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત થયેલ કામગીરીના નિરીક્ષણ અર્થે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સરસણ અને ચેલાપગીના મુવાડા ખાતે મુલાકાતે પધારનાર હોય પંચાયત, કૃષિ અને પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)ના રાજ્ય મંત્રી અને મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારે મુલાકાત લઇ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કરવાની થતી કામગીરી તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે કરવાની થતી કામગીરી બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા અને આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા ઉપસ્થિત અધિકારીઓ સાથે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.
આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરશ્રી વી.એ.વાધેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, પ્રાંત અધિકારી નિકુંજ પરીખ, ડી.આર.ડી.એ. ડાયરેક્ટર જાદવ, નોડલ અધિકારી જે.એમ.પટેલ સહિત અધિકારી ગણ આ મુલાકાત દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.