(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
તાજેતરમાં જાહેર કરાયેલ એમનેસ્ટી આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રોહિંગ્યાના મુસ્લિમો દ્વારા મ્યાનમારમાં ઓગસ્ટ-ર૦૧૭માં ડઝનો હિન્દુ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી.
આ રિપોર્ટને લઈ ન્યાયપ્રિય લોકોના મનમાં અને મુસ્લિમ નેતાઓના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. રિપોર્ટ એમ કહે છે કે આ કોમી રમખાણો હતા. જો કે આ ખરેખર કોમી રમખાણ હોત તો શું હિન્દુ અને મુસ્લિમો બાંગ્લાદેશ અને ભારતમાં રહેવા મજબૂર બન્યા હોત ? જો મુસ્લિમોએ હિન્દુઓની હત્યા કરી હોત તો બર્મા સરકાર હજી સુધી ચૂપ બેઠી હોત ? મુસ્લિમ મજલિસ-એ-અમલના જનરલ સેક્રેટરી સૈયદ તારીક બુખારીએ જણાવ્યું કે આવી કોઈપણ રિપોર્ટને જાહેર કરવી અર્થ વિહિન છે. આ મુસ્લિમો પ્રત્યે માત્ર કોમી રંગ આપવામાં આવી રહ્યો છે. આ રાજય આતંકવાદનો સૌથી ખરાબ ઉદાહરણ છે જેમાં મુસ્લિમો સાથે હિન્દુઓની પણ હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયામાં હિન્દુઓની હત્યામાં મુસ્લિમોનો હાથ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ રિપોર્ટનો ઉલ્લેખ દમનકારીઓને દબાવીને રાખવાનો છે.
દિલ્હી લઘુમતી કમિશનના ચેરમેન ડો. ઝફરૂલ ઈસ્લામે જણાવ્યું કે આ રિપોર્ટ પર વિશ્વાસ ન કરી શકાય તેમણે કહ્યું કે રોહિંગ્યામાં રહેતા હિન્દુઓ પણ એ જ પ્રદેશમાં છે. તેમની હત્યા માટે પણ સેના જ જવાબદાર છે. બર્મા સરકાર ખુદને બચાવવા માટે આ હત્યાકાંડને કોમી રંગ આપી રહી છે. જમીયતુલ મુસ્લિમીનના પૂર્વ જનરલ સેક્રેટરી મહેમૂદ સૈયદ બિલાલીએ કહ્યું કે મુખ્ય આરોપીઓને બચાવવા માટે આ એક ષડયંત્ર છે. આખી દુનિયાએ જોયું છે કે રોહિંગ્યા મુસ્લિમો પર કેવા જુલમો થયા છે. માસૂમ નિર્દોષ બાળકોને આગમાં ફેકવામાં આવ્યા છે. મહિલાઓ પર રેપ કરવામાં આવ્યો આ બધુ સરકાર અને સૈન્ય એ કર્યું છે જયારે મુસ્લિમોને ઝડપથી ન્યાય અપાવવાને બદલે તેમણે જ હત્યારાઓ સાબિત કરી દેવામાં આવ્યા છે.