(એજન્સી) નેપેડા, તા.૧૮
મ્યાનમારમાં ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમ્યાન ચલાવાઈ રહેલ સૈન્ય અભિયાનમાં રોહિંગ્યાના ૪૦ ગામોને બાળી નાખવામાં આવ્યા છે એમ અમેરિકાના સૌથી મોટા માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચે (એચઆરડબ્લ્યુ) સોમવારે જણાવ્યું હતું. સેના દ્વારા રપમી ઓગસ્ટથી ચલાવવામાં આવેલ આક્રમક ઝુંબેશ બાદ લઘુમતી મુસ્લિમ સમુદાયના લગભગ ૬ લાખ પપ હજાર લોકોને પોતાના ઘરબાર છોડીને બાંગ્લાદેશમાં ભાગી જવા મજબૂર થયા છે. એચઆરડબ્લ્યુએ ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત તસવીરોના આધારે નવી ઘટનાઓની તપાસ કરી છે. આ તપાસમાં ઓક્ટો-નવે. માસ દરમ્યાન આંશિક અને સંપૂર્ણપણે ૩પ૪ ગામો બાળી દેવાયા હતા. સંગઠને એક નિવેદનમાં જણાવ્યું કે બાંગ્લાદેશ અને મ્યાનમાર સરકાર વચ્ચે જ્યારે હજારો નિર્વાસિત શરણાર્થીઓની વાપસી માટે ર૩મી નવેમ્બરે આવેદન પત્રમાં હસ્તાક્ષર કર્યા ત્યારે કેટલાક મામલા પ્રકાશમાં આવ્યા હતા. હ્યુમન રાઈટ્સ વોચ (એચઆરડબ્લ્યુ) એશિયાના નિર્દેશક બ્રૈડ એડમ્સે જણાવ્યું કે રોહિંગ્યાના ગામોના સતત નાશ કરાતા માલૂમ પડે છે કે નિર્વાસિત શરણાર્થીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા માત્ર એક દેખાડો હતો.
મ્યાનમારમાં ફરીથી રોહિંગ્યાના ૪૦ ગામોને બાળીને ખાખ કરાયાં : HRW

Recent Comments