(એજન્સી) દોહા, તા.પ
હમાસ મૂવમેન્ટે મ્યાનમારના રાખિને રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમો સામે થઈ રહેલ અત્યાચારોની તીવ્ર આલોચના કરી હતી. આ અત્યાચારોને માનવ અધિકારોનો ગંભીર ભંગ ગણાવ્યો હતો. હમાસ વરિષ્ઠ અધિકારી અલ-રશીકે જણાવ્યું હતું કે, રોહિંગ્યા મુસ્લિમો સામે થઈ રહેલ અત્યાચારોને કડક શબ્દોમાં વખોડીએ છીએ. એમની સામે ત્રાસવાદીઓથી પણ વધુ ગંભીર ગુનાઓ અને ગેરવર્તનના લીધે એમને ખૂબ જ પીડા થઈ રહી છે જે અમે દર્શાવવા માંગીએ છીએ. આ પરિસ્થિતિ હોવા છતાં આંતરરાષ્ટ્રીય સમુદાય ચૂપ બેસી રહ્યું છે જેની સામે આરબ અને ઈસ્લામિક સંગઠનો પણ ચૂપ બેસી જોઈ રહ્યા છે. ત્રાસવાદ, સામૂહિક હત્યાઓ અને રોહિંગ્યા મુસ્લિમોને દેશવટો કરવાની ફરજ મ્યાનમારની સરકાર કરી રહી છે. એ અત્યાચારો વર્ણન નહીં કરી શકાય એ પ્રમાણે વધી ગયા છે જેને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. હમાસ અધિકારીએ કહ્યું કે, અમારી સંસ્થા તુર્કીએ કરેલ કૂટનૈતિક પ્રયાસોને સમર્થન આપે છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને રોહિંગ્યા મુસ્લિમોની યાતનાઓને જાહેર કર્યું છે અને એની સામે પગલાં લેવા બધાને આહવાન કર્યું છે.