(એજન્સી) ન્યૂયોર્ક, તા.ર૪
મ્યાનમાર મીલિટરી અને બોદ્ધ સમુદાયના લોકો દ્વારા રાખિને પ્રાંતના રોહિંગ્યા મુસ્લિમો પર કરવામાં આવતા અત્યાચારો બદલ શનિવારે ન્યૂયોર્કમાં સઉદી અરબે સખત ટીકા કરી હતી. સઉદી અરબના વિદેશમંત્રી અબ્દેલ-અલ-ઝુબૈર ન્યૂયોર્કમાં યુએનની સામાન્ય સભામાં કહ્યું કે રોહિંગ્યા મુસ્લિમો પર આચારવામાં આવતા અત્યાચારો બદલ હું અને મારો દેશ મ્યાનમાર સરકારની આ નીતિ પર ગંભીરતાપૂર્વક આલોચના કરીએ છે, રપ ઓગસ્ટથી લગભગ ૪,રર,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમો શરણ લેવા દેશની નજીકના દેશોમાં ભાગી રહ્યા છે જ્યાં બાંગ્લાદેશ અને સહાયક સંસ્થાઓ દ્વારા તેમની મદદ કરવી હાલ મુશ્કેલ બની ગયું છે ત્યારે યુએન દ્વારા કૃપા બદલ નીતિશાસ્ત્ર સફાઈ આપવામાં આવી રહી છે.
અલ ઝુબૈરે આગળ કહ્યું કે બેહરીન, ઈજિપ્ત, યુએઈ અને સઉદી અરેબિયા દ્વારા એટીક્યુ તમામ રાજ્યોનો સમાવેશ કરવામાં આવે ત્યારે વર્ષ ર૦૧૩માં રિયાધે આ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે વર્ષ ર૦૧૪માં નિશ્ચિત કરવામાં આવ્યું કે આતંકવાદને નાણાકીય સહાય આપતા દેશો સાથે તમામ સંબંધો કાપી નાખવા. તદ્‌ઉપરાંત અલ ઝુબૈરે યમનમાં ચાલતી કટોકટી જેની પરિસ્થિતિ ઊભી થઈ છે તે માત્ર રાજનૈતિક ફાયદા માટે ઊભી કરવામાં આવી છે ત્યાં મિલિટરી એક માત્ર વિકલ્પ નથી ત્યાં ચર્ચા વિચારણાથી અંત લાવી શકાય છે. યમનમાં પોલિટીકલ પાર્ટીઓનો મુખ્ય ધ્યેય ત્યાં અન્ય જૂથો વચ્ચે અશાંતિ ફેલાવવા વધારે ધ્યાન આપવામાં આવે છે.
હાલ સઉદીએ યમનમાં કોલેરાથી પીડિત લોકો માટે ૮ અબજ અને અન્ય મેડિકલ સહાયતા માટે ૬૭,૦૦૦ લાખ મોકલ્યા હતા. અમે યમનને સંપૂર્ણ સપોર્ટ કરવા તૈયાર છીએ. તથા કિંગ સલમાન દ્વારા અન્ય માનવતાવાદી સંસ્થાઓ, મેડિકલ અને વિકાસ પ્રોજેક્ટ, રાહત કેન્દ્ર અને યુએન એજન્સી સ્થાપી સહાયતા કરી હતી. અલ-ઝુબૈરે પેલેસ્ટીનીઓ વિશે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે પેલેસ્ટીનીઓ પર ગુજારવામાં આવતા અત્યાચારોનો લાંબો ઈતિહાસ છે જે અત્યાર સુધી ચાલી રહ્યું છે. ઝુબૈરે અંતમાં કહ્યું કે આશ્ચર્યની વાત તો એ છે કે વર્ષ ૧૯૬૭માં પૂર્વ જેરૂસલેમ જ્યારે તેની રાજધાની સાથે ખાસ કરીને બે રાજ્યના પ્રશ્નોનો નિરાકરણ કરવા આંતરરાષ્ટ્રીય સર્વસંમતિથી યુએન અને અરબ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ પેલેસ્ટીનીઓની આઝાદી હતી તેમ છતાંય આ જ દિવસ સુધી આ મુદ્દે કોઈ ન્યાય મળ્યું નથી.