(એજન્સી)
યાંગોન ,મ્યાનમાર તા.૧
હ્યુમન રાઇટ્‌સ વોચ દ્વારા એકત્ર કરાયેલ સેટેલાઇટ તસવીરો અનુસાર ઉત્તરીય રાખીને સ્ટેટમાં ૧૦૦ કિ.મી.ના પટ્ટામાં ઓછામાં ઓછા ૧૦ જેટલા વિસ્તારો છેલ્લા પાંચ દિવસમાં આગચંપી કરીને સાફ કરી નાખવામાં આવ્યા છે. આ વિસ્તારો બાંગ્લાદેશ સાથેની સરહદ પર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા છે.
અહીં અરાકન રોહિંગ્યા સાલ્વેશન આર્મી નથી એવું ગત શુક્રવારે ડઝન જેટલા સરકારી સ્થળો પર હુમલા કરનાર વંશીય સશસ્ત્ર જૂથ એવા આ આર્મીનો ઉલ્લેખ કરીને અહેમદે જણાવ્યું હતું. અમે લશ્કરને જણાવ્યું હતું કે અહીં કોઇ યોદ્ધાઓ નથી. તેઓ ગમે ત્યારે ચેકિંગ કરી કે છે તેના બદલે તેઓ અમારા પર બંદૂકો ચલાવે છે અને અમારા ઘરો સળગાવી નાખે છે. અમારે ક્યાં જવું તે સમજાતું નથી. દરેક વ્યક્તિ મુશ્કેલીમાં છે. કેટલાક લોકો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. ગત સપ્તાહના હુમલાના પગલે હાથ ધરાયેલ લશ્કરી ઓપરેશન અને અથડામણમાં ઓછામાં ઓછા ૧૦૯ લોકોનાં મોત થયા છે.
સરકારના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના પીડિતો રોહિંગ્યા યોદ્ધાઓ છે. જો કે તેમાં સુરક્ષા દળો અને નાગરિકોના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ૫૦૦૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમો હિંસાથી દૂર જવા હિજરત કરી રહ્યા છે. તેમાંથી ૨૭૦૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ બાંગ્લાદેશની સરહદ ઓળંગી દીધી છે જ્યારે ૨૦૦૦૦ બંને રાષ્ટ્રો વચ્ચેના નો મેન્સ લેંડમાં ફસાઇ ગયા છે એવું સંયુક્ત રાષ્ટ્રસંઘના સૂત્રોએ જણાવ્યું હતું. બાંગ્લાદેશી સરહદી રક્ષકો દ્વારા એક ઊંધી વળેલી નૌકામાંથી રોહિંગ્યાની ૨૦ જેટલી મહિલાઓ અને બાળકોના મૃતદેહો હાથ લાગ્યા હતા.
મ્યાનમારમાંથી હિજરત કરી રહેલાં બાળકો
સહિત ૧૭ રોહિંગ્યાઓનાં ડૂબી જવાથી મોત
(એજન્સી) મ્યાનમાર, તા.૧
૩૧ ઓગસ્ટના રોજ કોક્સ બજારમાં બાંગ્લાદેશના કોસ્ટગાર્ડોને ૧૭ રોહિંગ્યાઓના શબ મળી આવ્યા છે કે જેઓ હોડીમાં બેસીને મ્યાનમારમાંથી બાંગ્લાદેશ તરફ હિજરત કરી રહ્યા હતા. આ ૧૭ લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ રોહિંગ્યાઓ જ્યારે હોડીમાં બેઠેલા હતા ત્યારે તેમની હોડી અચાનક પલટી ખાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ ૧૮,૫૦૦ શરણાર્થીઓને હાલ મ્યાનમારમાંથી બાંગ્લાદેશમાં હિજરત કરવાની ફરજ પડી છે. બાંગ્લાદેશના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, બે દેશોને વિભાજિત કરતી નાફ નદીમાંથી હિજરત કરી રહેલા રોહિંગ્યાઓની સંખ્યામાં હાલ તો સતત વધારો થઈ રહ્યો છે. આ રોહિંગ્યાઓ પૂરઝડપે વહેતા પાણીમાં ખખડધજ હોડીઓ લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાતાં ૧૭ લોકોનાં મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થળાંતર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગઈકાલે જણાવ્યું કે, મ્યાનમારના પાડોશમાં આવેલા રાખિને રાજ્યમાં ૬ દિવસ પહેલા સર્જાયેલા યુદ્ધને પગલે રોહિંગ્યાઓ સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં આશ્રય લઈ રહ્યા છે. બાંગ્લાદેશના કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની આસપાસનો દરિયો તોફાની છે, જેમાં ઊંચા મોજાઓ ઉછળે છે અને હિજરત કરી રહેલા રોહિંગ્યાઓ જે હોડીમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા, તે આવા તોફાની દરિયા માટે અનુકૂળ ના હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે બાંગ્લાદેશમાં કોસ્ટગાર્ડના સત્તાધીશોને આ ડૂબી ગયેલી હોડીમાં સવારી કરી રહેલી બે મહિલાઓ તથા બે બાળકોના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત, ગુરૂવારે વધુ બે હોડીઓ ડૂબી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં સવાર ૧૭ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ૧૭ લોકોમાં મોટાભાગના બાળકો હતા. આ દુર્ઘટનાના લેવામાં આવેલા દૃશ્યોમાં જોઈ શકાય છે કે મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગનાં બાળકો છે, જેમને ચાદર ઓઢાડીને કિનારે હારબંધ સૂવાડવામાં આવ્યા છે.