(એજન્સી) ઢાકા, તા.રર
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકામાં સ્પષ્ટપણે કહ્યું કે હિંસાના કારણે બૌદ્ધ બહુમતિ ધરાવતા દેશ મ્યાનમારમાંથી બાંગ્લાદેશ આવેલા રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમારે પરત બોલાવા જ પડશે. તેમણે બાંગ્લાદેશી કાર્યકર્તાઓને કહ્યું કે મ્યાનમાર સેના સરહદ પર વિસ્ફોટકો પાથરી રહી છે જેથી દેશમાંથી હિજરત કરી ગયેલા રોહિંગ્યાઓ ક્યારેય પરત ન આવી શકે.