અમદાવાદ,તા.૧૬
ચર્ચા સ્પદ રહેલા ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં ઈશરતની સાથે અન્ય ત્રણ સાથીઓનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જેમાં કેટલાંય સિનિયર પોલીસ ઓફિસરો પણ સામેલ હતા અને જેઓ પર કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. તેમાંના એક પૂર્વ આઈપીએસ ઓફિસર એન.કે.અમીને સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. જેમાં સીબીઆઈની તપાસ સામે સવાલો ઉઠાવ્યાં છે. સીબીઆઈએ સીટની તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથી. તથાં એક્ષપર્ટ ઓપિનિયનનો કોઈ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથી. આ અરજીમાં તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓએ ઈન્ટરનેશનલ આતંકી ડેવિડ હેડલીએ ઈન્ટરપોલમાં જણાવ્યું કે ઈશરત એક સુસાઈડ બોમ્બર હતી અને અન્ય એક આતંકી પાકિસ્તાનનો હોવાનું જણાવ્યું હતું. તેમજ સતીશ વર્માની તપાસમાં ઘટના સ્થળમાં રૂબી સર્કલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો પણ તેમાં ઉલ્લેખ કર્યો છે. સીબીઆઈ કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઈ ચુકી છે અને પૂર્વ આપીએસ એન કે.અમીનની ડિસ્ચાર્જ અરજી પર આગામી પાંચ જૂને વધું સૂનાવણી હાથ ધરાશે અને તે દિવસે ચૂકાદો આવે તેવી સંભાવના છે.