(એજન્સી) આગ્રા, તા.૧૩
અલીગઢ મુસ્લિમ યુનિ. (એએમયુ)ના વુમન્સ કોલેજ છાત્રસંઘ ચૂંટણીના પરિણામો મોડી રાત્રે ઘોષિત થયા. જેમાં નબા નસીમને અધ્યક્ષ, નીદા અકરમને ઉપાધ્યક્ષ અને ફહેબા અહમદને સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ૧૮ વર્ષીય નબા નસીમ અલીગઢ મુસ્લિમ યુનિ. (એએમયુ) મહિલા કોલેજના છાત્રસંઘ ચૂંટણી જીત્યા બાદ પોતાની જીતનો જશ્ન રોયલ એનફિલ્ડ પર બેસીને મનાવ્યો હતો. બધી છોકરીઓએ પરિષરમાં રોયલ એનફિલ્ડ બાઈક ચલાવીને નબા નસીમની જીતનો જશ્ન મનાવ્યો હતો. નબા નસીમે છાત્ર સંઘની ચૂંટણીમાં છોકરીઓને સાત દિવસ બહાર જવાનો વાયદો કર્યો. વર્તમાનમાં છોકરીઓને માત્ર રવિવારે સવારે ૧૦થી સાંજે પાંચ વાગ્યા સુધી બહાર જવાની પરવાનગી હતી. રોયલ એનફિલ્ડ બાઈક પર જીતનો જશ્ન મનાવતા છોકરીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નબા નસીમે કહ્યું કે હોસ્ટેલમાં રહેતી છોકરીઓને રવિવાર સિવાય બહાર જવાની પરવાનગી નથી જ્યારે છોકરાઓને આવો કોઈ પ્રતિબંધ નથી. તેણીએ એમ પણ કહ્યું કે આ અભ્યાસ અનુચિત છે. અમે બધા ૧૮ વર્ષથી ઉપરના છીએ અને વધારે જવાબદાર છીએ. હું બહાર રહેવા માટે નથી કહી રહી હું બધા વિશે કહી રહી છું કે દરરોજ નોકરીના સમય સવારે નવથી સાંજે પાંચ વાગ્યાની વચ્ચે બહાર રહેવા દેવામાં આવે. શું ખૂબ જ વધારે છે. નસીમે એમ પણ કહ્યું કે, કોલેજ પરિસરની બહાર જવું એ મૌલિક અધિકાર છે. તથ્ય એ છે કે, છોકરાઓ પર કોઈ પ્રતિબંધ નથી જ્યારે છોકરીઓને પરિસરની બહાર પગ મૂકવાની પરવાનગી નથી. આનો મતલબ એ છે કે, અમારાથી બાળક જેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે. જે ખોટો છે. આવા નાના સુખથી અમે કેમ વંચિત રહીએ ?