પેરિસ,તા. ૧૧
પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાયેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ હવે પૂર્ણ થઇ છે. આ વખે પુરૂષોના વર્ગમાં સ્પેનના રાફેલ નડાલને સિગલ્સમાં તાજ જીત્યો છે. જ્યારે મહિલાઓના વર્ગમાં રોમાનિયાની સિમોના હાલેપે તાજ જીત્યો છે. નડાલે ફરી એકવાર સાબિતી આપી છે કે તે ક્લે કોર્ટના બાદશાહ છે. તેનો ક્લે કોર્ટ પર કોઇ જવાબ નથી. ફાઇનલ મેચમાં રાફેલ નડાલે સીધા સેટામાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ પર ૬-૪, ૬-૩ અને ૬-૨થી જીત મેળવી હતી. તે ૧૧મી વખત વિજેતા બની ગયો છે. નડાલ ગયા વર્ષે પણ વિજેતા બન્યો હતો. વર્ષ ૨૦૦૫માં તે પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો હતો. ૧૯ વર્ષની વયમાં તે સૌથી પહેલા અહીં ચેમ્પિયન બન્યો હતો. તે ૩૨ વર્ષની વયે પણ અહીં પ્રભુત્વ અકબંધ રહ્યુ છે. તે દુનિયામાં માત્ર બીજો એવો ખેલાડી બની ગયો છે જે કેરિયરમાં એક જ ગ્રાન્ડ સ્લેમ ૧૧ વખત જીતી ચુક્યો છે. આ મહિલા આ સિદ્ધી મહિલા સ્ટાર માર્ગારેટ કોર્ટે મેળવી હતી. તે ૧૯૭૪થી પૂર્વે ૧૧ વખત ચેમ્પિયન બની હતી. નડાલે હવે અનેક રેકોર્ડ પોતાના નામ પર કરી લીધા છે. નડાલે તે પહેલા બાર્સેલોના અને મોન્ટે કાર્લોમાં ૧૧-૧ વખત ટ્રોફી જીતી છે. જો કે ૨૪ વર્ષના થીમની ફાઇનલ સુધી આગેકુચ રોચક રહી હતી. આ વખતે ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલ પ્રમમ ક્રમાંકિત ખેલાડી હાલેપે સ્ટિફન ઉપર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૬-૩, ૬-૪, ૬-૧થી જીતી લીધી હતી. આ મેચમાં હાલેપે ૧૮ વિનર્સ શોર્ટ ફટકાર્યા હતા. આખરે ગ્રાન્ડસ્લેમ જીતવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થયું હતુ. હાલેપને આ ટ્રોફી સ્પેનિસ સ્ટાર આરાક્ષા સાંચેંજવિકારિયોએ આપી હતી. આરાક્સા સાંચેજ વિકારિયોએ પણ રોલેન્ડ ગેરોસ ખાતે ત્રણ વખત ટ્રોફી જીતી હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી હતી.

ફ્રેન્ચ ઓપન : પુરૂષ વિજેતા

૨૦૦૦માં બ્રાઝિલના કુએર્ટેનેનોર્મન પર ૬-૨,૬-૩,૨-૬, ૭-૬થી જીત મેળવી હતી
૨૦૦૧માં બ્રાઝિલના કુએર્ટેને સ્પેનના કોરેટજા પર ૬-૭,૭-૫, ૭-૨, ૬-૦થી જીત મેળવી
૨૦૦૨માં સ્પેનના કોસ્ટાએ સ્પેનના ફરેરો પર ૬-૧,૬-૦,૪-૬, ૬-૩થી જીત મેળવી
૨૦૦૩માં સ્પેનના ફરેરોએ નેધરલેન્ડના વર્કેર્ક પર ૬-૧,૬-૩,૬-૨થી જીત મેળવી
૨૦૦૪માં આર્જેન્ટિનાના ગોડિયોની કોરિયા પર ૦-૬,૩-૬,૬-૪,૬-૧,૮-૬થી જીત
૨૦૦૫માં સ્પેનના નડાલની આર્જેન્ટિનાના પુએર્ટા પર ૬-૭,૬-૩,૬-૧,૭-૫થી જીત
૨૦૦૬માં નડાલની રોજર ફેડરર પર ૧-૬,૬-૧,૬-૪,૭-૬થ જીત
૨૦૦૭માં નડાલની ફેડરર પર ૬-૩,૪-૬,૬-૩,૬-૪થી જીત
૨૦૦૮માં નડાલની ફેડરર પર ૬-૧,૬-૩,૬-૦થી જીત
૨૦૦૯માં ફેડરરની સોડરલિંગ પર ૬-૧,૭-૬,૬-૪થી જીત
૨૦૧૦માં નડાલની સોડરલિંગ પર ૬-૪,૬-૨,૬-૪થી જીત
૨૦૧૧માં નડાલની ફેડરર પર ૭-૫,૭-૬,૫-૭,૬-૧થી જીત
૨૦૧૨માં નડાલની જોકોવિક પર ૬-૪,૬-૩,૨-૬,૭-૫થી જીત
૨૦૧૩માં નડાલની ફેરર પર ૬-૩,૬-૨,૬-૩થી જીત
૨૦૧૪માં નડાલની નોવાક જોકોવિક પર ૩-૬,૭-૫,૬-૨,૬-૪થી જીત
૨૦૧૫માં વાવરિન્કાએ જોકોવિક પર ૪-૬, ૬-૪,૬-૩, ૬-૪થી જીત મેળવી હતી
૨૦૧૬માં જોકોવિકે મરે પર ૩-૬, ૬-૧,૬-૨,૬-૪થી જીત મેળવી હતી
૨૦૧૭માં નડાલે વાવરિન્કા પર ૬-૨, ૬-૩, ૬-૧થી જીત મેળવી હતી
૨૦૧૮માં નડાલે થીમ પર ૬-૪, ૬-૩, ૬-૨થી જીત મેળવી