(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૪
રાજયમાં ઠેર-ઠેર નદીઓ વગેરેમાં પ્રદૂષિત પાણી છોડવા સહિતની પ્રવૃતિઓ બેફામ રીતે ચાલી રહી છે ત્યારે આ રીતે નદી-નહેર-નાળા વગેરેનું પાણી પ્રદૂષિત કરનારાઓ સામે આગામી સમયમાં કાયદાકીય તવાઈ આવી રહી છે. ગુજરાત સરકાર પાણી અંગેની રિ-સાયકલ (પુનઃશુધ્ધિ કરણ)ની પોલિસી તૈયાર કરવા જઈ રહી છે. જળશુધ્ધિકરણથી લોક વપરાશ માટે તેના પુનઃ ઉપયોગ અંગેની રિસાઈકલ પોલિસી ચાલુ માસમાં જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. તેવી જાહેરાત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.
મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાપમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત આખડોલ અને પીપળાતા ગામે ગામ તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરાવતા આ નેમ વ્યાકત કરી હતી.
તેમણે નદીઓ અને જળસ્ત્રોવતોના કિંમતી પાણીને બગાડનારા અને પ્રદુષિત કરનારાઓ સામે જીપીસીબીના માધ્ય મથી કાયદા પ્રમાણે કડક પગલાં લેવાની સાથે જળસ્ત્રો તના પાણીની સ્વસચ્છનતા જાળવવાની વ્યુનહરચના ઘડી કાઢવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. સુજલામ સુફલામ જળસંચય અભિયાન એ વ્યા પક માનવતાનું કામ છે અને તેની પાણી દ્વારા વિકાસને વેગ આપવાના અભિયાન તરીકે ઇતિહાસમાં નોંધ લેવાશે. એવો વિશ્ર્‌વાસ મુખ્યપમંત્રીએ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં આવું રાજયવ્યા પી જળસંચય અભિયાન શરૂ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. પાણી જ વિકાસનો આધાર છે અને પૂરતું પાણી એ વિકાસની પૂર્વ શરત છે એવી લાગણી વ્યણકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પાણીના ટીપેટીપાંને સંઘરવાની જરૂરને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં જનશકિતના સહયોગથી એક મહિનાનું જળસંચય અભિયાન પૂરજોશમાં આગળ વધી રહયું છે. પહેલા ચાર દિવસમાં જ છ હજારથી વધુ કામો શરૂ થઇ ગયા છે. આ કામોના પરિણામે રાજયની જળસંગ્રહની તાકાતમાં ૧૧ હજાર કરોડ ઘનમીટર જેટલો વધારો થશે. મુખ્યમંત્રીએ નાગરિકોને આખા મે મહિના દરમિયાન દર અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે જળસંચયના કામોમાં સહયોગ માટે ઓછામાં ઓછા ચાર કલાકનો સમય ફાળવવા ખાસ અપીલ કરી હતી. જણાવ્યું હતું કે રાજય સરકારે જળસંગ્રહની શકિત વધારવા નર્મદા નદી પર રૂા.૪૦૦૦ કરોડના ખર્ચે ભાડભૂત આડબંધ બનાવવાનું અને જામનગર જિલ્લાના જોડિયા પાસે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતા મહત્વપૂર્ણ પ્રકલ્પોનું આયોજન કર્યું છે.