ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિન, યુથ કોંગ્રેસ દિવસ અને આદિવાસી દિવસ નિમિત્તે પાલડી કોચરબ આશ્રમથી નફરત છોડો અભિયાન હેઠળ ગાંધી સંદેશ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા ગાંધીનગર, હિંમતનગર, શામળાજી, રાજસ્થાન અને હરિયાણાના વિવિધ જિલ્લાઓમાં થઈ ૧પ ઓગસ્ટના રોજ નવી દિલ્હી રાજઘાટ પહોંચશે. આ યાત્રાની કોચરબ આશ્રમથી શરૂઆત થઈ તેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિત યુથ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો પણ જોડાયા હતા.