(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૩૧
દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાના શિલ્પી અને સ્વતંત્ર ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબરને ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર ખાતે ‘‘એકતા દોડ-રન ફોર યુનિટી’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
સુરેન્દ્રનગર ખાતે ર્ડા. આંબેડકર ચોક(રાજ હોટલ ચોક)થી પ્રસ્થાન થયેલી રન ફોર યુનિટી-એકતા દોડને કલેકટરશ્રી કે. રાજેશની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. મનિષકુમાર બંસલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ એકતા દોડ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી. જ્યાં એકતા અને અખંડિતતાના સપથ લેવામાં આવેલ હતાં.
આ એકતા દોડમાં નાયબ કલેકટરશ્રી વિજય પટ્ટણી, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીનભાઈ ટોળીયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. પી.કે. પરમાર સહિત અધિકારીઓ-પદાધિકારીઓ, વિવિધ સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો, શાળા-મહાશાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, સિનિયર સિટીઝન તથા વિવિધ સમાજના આગેવાનો-કાર્યકરો અને સમાજશ્રેષ્ઠીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.