નાગપુર, તા. ૨૭
નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે આજે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. આજે ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત છે. ૧૧મી વખતે ભારતે શ્રીલંકાને એક ઇનિંગ્સના અંતરથી હાર આપી છે. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે છ વિકેટે ૬૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૪૯.૩ ઓવરમાં ૧૬૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ યજમાન ટીમે મોટી જીત હાંસલ કરી હતી. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી છે. અશ્વિને ટેસ્ટ કેરિયરમાં ૩૦૦ વિકેટ પુરી કરી હતી. આ ટેસ્ટ મેચની એક વિશેષતા એ રહી હતી કે, ભારત તરફથી એક ઇનિંગ્સમાં ચાર સદી ફટકારવામાં આવી હતી. ત્રીજ વખત આ સિદ્ધિ ભારતે મેળવી છે.
સ્કોરબોર્ડ : નાગપુર ટેસ્ટ
શ્રીલંકા પ્રથમ દાવ : ૨૦૫
ભારત પ્રથમ દાવ : ૬૧૦-૬ (ડિક)
શ્રીલંકા બીજો દાવ :
સમરવિક્રમાબો. ઇશાંત ૦૦
કરુણારત્ને કો. વિજય
બો. જાડેજા ૧૮
થિરિમાને કો. જાડેજા
બો. યાદવ ૨૩
મેથ્યુસ કો. રોહિત શર્મા
બો. જાડેજા ૧૦
ચાંદીમલ કો. અશ્વિન
બો. યાદવ ૬૧
ડિકવિલા કો. કોહલી
બો. ઇશાંત ૦૪
શનાકા કો. રાહુલ
બો. અશ્વિન ૧૭
પરેરાએલબી બો. અશ્વિન ૦૦
હૈરાથ કો. રહાણે
બો. અશ્વિન ૦૦
લકમલ અણનમ ૩૧
ગમાજ બો. અશ્વિન ૦૦
વધારાના ૦૨
કુલ (૪૯.૩ ઓવરમાં ઓલઆઉટ) ૧૬૬
પતન : ૧-૦૦, ૨-૩૪, ૩-૪૮, ૪-૬૮, ૫-૭૫, ૬-૧૦૨, ૭-૧૦૭, ૮-૧૦૭, ૯-૧૬૫, ૧૦-૧૬૬
બોલિંગ : ઇશાંત : ૧૨-૪-૪૩-૨, અશ્વિન : ૧૭.૩-૪-૬૩-૪, જાડેજા : ૧૧-૫-૨૮-૨, ઉમેશ : ૯-૨-૩૦-૨