(એજન્સી) વોશિંગ્ટન,તા.ર
શરણાર્થી બાળકોને તેમના માતાપિતાથી અલગ કરવાની ટ્રમ્પની અમાનવીય નીતિના કારણે સમગ્ર અમેરિકામાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. અમેરિકામાં ૭૦૦થી વધુ સ્થળોએ નાના-મોટા પાયે લાખો અમેરિકી નાગરિકો રસ્તા પર ઉતરી ટ્રમ્પ સરકારની દેશાંતરણ નીતિઓ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની નીતિઓ અને અવિચારી નિર્ણયો વિરૂદ્ધ વોંશિગ્ટનમાં વ્હાઈટ હાઉસ બહાર હજારો લોકો તેમજ સ્થાનિક નેતાઓએ ભેગા થઈ બાળકોને પરિવાર સાથે મેળવવાની માંગ કરી હતી. ન્યૂયોર્ક લોસ એન્જલસ સહિત મોટા શહેરોમાં પણ લોકોએ શાંતિ પૂર્ણ દેખાવો કર્યા હતા.