(એજન્સી) તા.ર૪
આસામના નેશનલ રજિસ્ટર ઓફ રિલિઝન્સ (એનઆરસી)ના કારણે ભાજપ પણ પરેશાન છે. આસામ સરકારના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા હેમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં આસામમાં નવેસરથી એનઆરસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આસામના નાણામંત્રી શર્માએ કહ્યું હતું કે, હાલના એનઆરસીમાં ઘણી ગેરરીતિઓ આચરવામાં આવી છે. ભાજપ એનઆરસીનો અસ્વીકાર કરે છે અને અમે સુપ્રીમકોર્ટમાં તેને રદ કરવા માટે અપીલ કરીશું. તેમણે કહ્યું હતું કે, સંસદના શિયાળુ સત્ર દરમિયાન સિટીઝનશીપ (અમેન્ડમેન્ટ) બિલ ફરી રજૂ કરવામાં આવશે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાનના લઘુમતી શરણાર્થીઓને નાગિકતા આપવાની જોગવાઈ હશે. સોમવારે કરીમગંજ અને સિલ્ચરમાં ભાજપ કાર્યકરોને સંબોધિત કરતાં હેમંત બિસ્વા શર્માએ કહ્યું હતુું કે, આ કેસને સુપ્રીમકોર્ટમાં જવા દો અમે કહીશું કે ભાજપ એનઆરસીને ફગાવે છે. અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં નવી એનઆરસી લાગુ કરીશું. શર્માએ કહ્યું હતું કે, જો ર-૩ લાખ હિન્દુઓ ભારતમાં શરણ મેળવવા માંગે છે તો અમે તેમને દુશ્મન ગણીશું ? બંગાળી હિન્દુઓ ચિંતામાં છે અને પોતાના ભવિષ્યને લઈ દુઃખી છે જે ભારત માતામાં વિશ્વાસ રાખે છે તેવા બૌદ્ધ, જૈન, શીખ અને પારસીઓને નાગરિકતા આપવામાં આવશે.
આસામના મંત્રીએ NRC અંગે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું : ૩-૪ મહિના રાહ જુઓ, બૌદ્ધ, જૈન, પારસી અને શીખોને નાગરિકતા આપવામાં આવશે

Recent Comments