(એજન્સી) નવી દિલ્હી, તા.૮
આસામમાં નાગરિકતા સુધારા બિલ ર૦૧૬ના વિરોધમાં ટીએમસી અને એઆઈયુડીએફના સાંસદોએ પ્રદર્શનો કર્યા. આ બિલના વિરોધમાં ટીએમસીના સાંસદોએ અનોખું પ્રદર્શન કર્યું હતું. બધા સાંસદોમાંથી એક સાંસદે વડાપ્રધાન મોદીના ચહેરાનું માસ્ક પહેર્યું અને એક લાકડી લઈ બધા સાંસદોને લાકડીથી ફટકાર્યા. આ બિલ દ્વારા નાગરિકતા મેળવવા માટેના ૧૧ વર્ષના સમયગાળાને ઘટાડી ૬ વર્ષ કરવામાં આવ્યું છે. એ સાથે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિન્દુ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને માન્યતા વિનાના દસ્તાવેજો દ્વારા પણ નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. ટીએમસીના સાંસદો આ બિલનો વિરોધ કરી રહ્યા છે એમનું કહેવું છે કે, આનાથી આસામના સ્થાનિય અને મૂળ નાગરિકોના અધિકારો અને ઓળખ બાબત મુશ્કેલીઓ ઊભી થશે. વિરોધ કરનાર અન્ય પક્ષોમાં કોંગ્રેસ, સીપીઆઈ(એમ), એસપી આસામ ગણ પરિષદ અને શિવસેના પણ છે.