અંકલેશ્વર, તા. ૬
અંકલેશ્વર ગડખોલ રાજપીપલા ચોકડી પાસે નહેરોમાં ગાબડાં પડ્યા છે.
અંકલેશ્વર શહેર ગામ તળાવ અને જી.એન.એફ.સી તળાવમાં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા જીતાલી બ્રાન્ચ તરફ થી આપવામાં આવતા પાણી પુરવઠા નહેરમાં ગડખોલ ગામ ખાતેરાજપીપલા ચોકડી મીઠા ફેક્ટરી પાછળ ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. અર્ધા કિલોમીટર વિસ્તારમાં ઠેર ઠેર પાકા સ્ટ્રક્ચર તૂટી પડ્યા છે તો કેટલીક જગ્યાએ ખાંગા પડ્યા છે. તેમજ કેટલાક ભાગ જમીન ધસી પડી છે. જેને લઇ પાણી ખુલ્લામાં વહી રહ્યું છે. નહેર વિભાગ દ્વારા હાલ પાણી પુરવઠો બંધ છે. પરંતુ નહેરમાં બચેલ પાણી અને વરસાદનું સંગ્રહિત પાણી જાહેરમાં વેડફાટ થઇ રહ્યો છે. એક તરફ તંત્ર દ્વારા પાણી કિલતને લઇ પાણી બચાવા માટે અપીલ કરી તળાવો સહીત પાણીના સ્ત્રોત ઊંડા કરી રહ્યા છે. તો બીજ તરફ નહેર વિભાગના બેઘ્યાનપણાને લઇ જાહેરમાં પાણી બગાડ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમ હાલ ઉપર વાસમાં ઓછો વરસાદ પાડવાના કારણે ખાલી છે. જેને લઇ આગામી સીઝનમાં પાણી કિલત ઉભી થઇ શકે તેમ છે ત્યારે નહેર વિભાગ દ્વારા ત્વરિત અસર થી તૂટેલી નહેરનું સમારકામ કરી પાણી બગાડ અટકાવે તે જરૂરી બનવા પામ્યું છે.