અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં હવે સ્કૂલો દ્વારા ઈત્તર પ્રવૃતિની ફી મામલે પણ મનમાની નહીં ચાલે. કારણ કે રાજ્ય સરકારે શાળાઓને દ્વારા નક્કી કરાયેલી ઈત્તર પ્રવૃતિની ફી લેવા આદેશ કર્યો છે. આ સાથે જ ઈત્તર પ્રવૃતિને વૈકલ્પિક રાખવા પણ રાજ્ય સરકારે આદેશ કર્યો છે. રાજ્ય સરકારે તાજેતરમાં કરેલ આદેશ આદેશમાં વાહન, ફૂડ, ડાન્સ, સ્વીમિંગ, ઘોડેસવારી સહિતીન ૧૦ જેટલી ઈત્તર પ્રવૃત્તિને વૈકલ્પિક જાહેર કરી છે. મહત્વનું છે કે અત્યાર સુધી શાળાઓ દ્વારા આવી સુવિધાઓના નામે તગડી ફી ઉઘરાવવામાં આવતી હતી. જેના પર હવે લગામ લાગશે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજ્યની ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી વૈકલ્પિક પ્રવૃતિઓ માટેની ફી ફરજીયાત રીતે ઉઘરાવી નહીં શકે તેવો વચગાળાનો ચૂકાદો આપ્યા બાદ રાજયની રૂપાણી સરકારે મંગળવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં શાળાઓએ કઇ બાબતો-પ્રવૃતિને વૈકલ્પિક ગણવી તેની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સ્વીમીંગ, ઘોડાસવારી, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટેશનરી સહિત કુલ ૧૦ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં મુજબ ઉપરની તમામ બાબતોની ફી શાળાઓ હવે રીતે વાલીઓ પાસેથી ઉઘરાવી શકાશે નહીં.