(એજન્સી) તા.૨૫
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ) વિરુદ્ધ મહાભિયોગ કાર્યવાહી કરવાની માગણી કરતો પ્રસ્તાવ ફગાવી દેતા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રાજ્યસભાના અધ્યક્ષની રુએ ૧૦ પાનામાં કારણો આપીને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ જો સુપ્રીમકોર્ટમાં રિટ દ્વારા તેમના નિર્ણયને પડકારવામાં આવશે તો આ ૧૦ પાનામાં તેમણે રજૂ કરેલ તર્ક અને દાવાઓ કાનૂની ચકાસણી સામે ટકી રહે તેવી કોઇ શક્યતા જણાતી નથી. જજીસ ઇન્ક્વાયરી એક્ટની કલમ ૩ (૧) જણાવાયું છે કે લોકસભાના સ્પીકરને અથવા રાજ્યસભાના ચેરમેનને આવી વ્યક્તિઓ સાથે પરામર્શ કરીને આ પ્રકારનો પ્રસ્તાવ સ્વીકારવાનો કે નકારવાનો અધિકાર છે. આમ તેમાં સ્પષ્ટપણે જોગવાઇ છે કે ચેરમેન સાંસદો દ્વારા પોતાને રજૂ કરેલ પ્રસ્તાવ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે છે. જો તેઓ પ્રસ્તાવ સ્વીકારે નહીં તો તેમણે આ માટે કોઇ તપાસ સમિતિની રચના કરવાની જરુર નથી. જો કે કાયદો ક્યા સંજોગોમાં ચેરમેન કે સ્પીકર પ્રસ્તાવ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે તે અંગે મૌન છે.
ભૂલભરેલી ધારણા
વેંકૈયા નાયડુના નિર્ણયમાં પ્રથમ ભૂલ એ છે કે તેમણે ભૂલથી એવું માની લીધું છે કે પ્રસ્તાવને સ્વીકારવા કે નકારવાની તેમની જવાબદારી એક સંસદીય પ્રક્રિયા છે. અહીં તેમણે ભૂલ કરી છે. નાયડુ પ્રસ્તાવના પોતાના વિશ્લેષણમાં કદાચ સાચા હશે પરંતુ વર્તણૂકની સાબિતી કે પુરાવા માટે તેઓ આગ્રહ રાખી શકે નહીં કારણ કે જજને હટાવવા માટેની સંસદીય પ્રક્રિયા પ્રસ્તાવના માત્ર સ્વીકારથી અમલમાં આવતી નથી જેવું તેમણે ધારી લીધું છે. તેમના આ ભૂલભરેલા અનુમાન માટે નાયડુ સુપ્રીમકોર્ટના મેહરસિંહ સૈનીના ચુકાદા પર નિર્ભર છે. આ તેમની બીજી ભૂલ છે. અનુચ્છેદ ૩૧૭ (૧) હેઠળ ગેરવર્તણૂકના આધારનો નિર્ણય સુપ્રીમકોર્ટ દ્વારા થવો જોઇએ જ્યારે ઉચ્ચત્તર બંધારણીય પદાધિકારી એવા જજના કેસમાં અદાલતી નિર્ણયની જરુરિયાતનો આગ્રહ રાખવામાં આવ્યો છે.
જો કે મહેરસિંહ સૈનીના કેસમાં સુપ્રીમકોર્ટના એક અન્ય ભૂતકાળના ચુકાદા પર આધાર રાખવામાં આવ્યો છે. ત્રીજી ભૂલમાં નાયડુએ એમ ક્રિષ્ના સ્વામી વિરુદ્ધ ભારતીય સંઘના (૧૯૯૩) કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદાને ખોટી રીતે ટાંક્યો છે. આમ સાંસદો દ્વારા પોતાના પ્રસ્તાવમાં ચીફ જસ્ટિસના પક્ષે પુરવાર થયેલ ગેરવર્તણૂકના જે આરોપ મૂકવામાં આવ્યા છે તેનો નિર્ણય ઉપરાષ્ટ્રપતિએ કરવાનો હોતો નથી. કાયદા અને પૂર્વ દાખલા અનુસાર આ વિશેષાધિકાર સંસદને પ્રાપ્ત છે. (સૌ. : ધ વાયર.ઈન)